+

ડીપફેક ટેકનોલોજી બની રહી છે ખતરારુપ, વાંચો..સમગ્ર અહેવાલ..!

અહેવાલ—આનંદ પટણી, સુરત  સમગ્ર વિશ્વમાં આજકાલ ટેક્નોલોજી (technology)નો યુગ ચાલી રહ્યો છે.. જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ તેમ તેના ફાયદાની સાથે ગેરફાયદા સામે આવી રહ્યા છે. આવા…
અહેવાલ—આનંદ પટણી, સુરત
 સમગ્ર વિશ્વમાં આજકાલ ટેક્નોલોજી (technology)નો યુગ ચાલી રહ્યો છે.. જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ તેમ તેના ફાયદાની સાથે ગેરફાયદા સામે આવી રહ્યા છે. આવા જ કેટલાક ગેરફાયદા હવે સામે આવી રહ્યા છે..હાલ સેલિબ્રિટીઝ કે પબ્લિક ફિગર્સના ચહેરા અને અવાજની ચોરી કરતી હાઈટેક ટેક્નોલોજી ખતરાની ધંટડી સમાન જોવા મળી રહી છે.
મોર્ફિંગથી પણ વધુ ખતરનાક છે ‘ડીપફેક’
હવે તમને પ્રશ્ન થશે કે આ શું છે..તો તમને જણાવી દઈએ કે આ મોર્ફિંગથી પણ વધુ ખતરનાક છે ‘ડીપફેક’..વ્યક્તિની કારકિર્દી ખતમ કરવા માટે કે પોલિટિકલ ફેક ન્યૂઝ ફેલાવવા માટે સાઈબર માફિયાનું આ નવું શસ્ત્ર જોવા મળી રહ્યું છે.. આ ‘ડીપફેક’ શું છે તે માટે અમારી ટીમ દ્વારા માહિતી મેળવવાનું નક્કી કરવામાં આવ્યું. આ માહિતી મેળવવા માટે અમે પહોંચ્યા સાઈબર ક્રાઈમ એક્સપર્ટ સ્નેહલ વકીલના પાસે..સ્નેહલ વકીલના દ્વારા ‘ડીપફેક’ને લઈને અમને સંપૂર્ણ માહિતી આપવામાં આવી.
ડિજિટલ માફિયા તમારા ખિસ્સા ખાલી કરી શકે
સૌથી પહેલા તો ‘ડીપફેક’ શું છે તે અંગે આપણે માહિતી મેળવીએ. ‘ડીપફેક’એ એક એવું માધ્યમ છે જેનાથી ડિજિટલ માફિયા તમારા ખિસ્સા ખાલી કરી શકે છે. ડિફફેકથી વીડિયો સાથે ચેડાં કરવા,સેલિબ્રિટીઝના ચહેરા-વોઈસની ઉઠાંતરી કરી સાઈબર માફિયા પોતાના બદઈરાદાને અંજામ આપી શકે છે. ‘ડીપફેક’નો પોર્નોગ્રાફી માટે ખતરનાક ઉપાય થઈ રહ્યો છે.. સાથે સાથે સેક્સટ્રોર્શન, એક્સટોર્શન, બ્લેકમેઈલિંગના ગોરખધંધામાં પણ ‘ડીપફેક’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે…
 ટેક્નોલોજી ખતરાની ઘંટડી સમાન
‘ડીપફેક’ થકીથી સેલિબ્રિટીઝની કારકિર્દી ખતમ કરવા, સામાજિક રીતે બદનામ કરવા, પોલિટિકલ એન્કાઉન્ટર કરવા બ્લેકમેલિંગ- ખંડણી વસૂલવા માટે સાયબર માફિયાઓને આ નવું હાઈટેક શસ્ત્ર મળી ગયું છે. સમગ્ર વિશ્વ માટે આ ટેક્નોલોજી ખતરાની ઘંટડી સમાન જોવા મળી રહી છે.. ‘ડીપફેક’નો ઉપયોગ અગાઉ સંજય દત્તની બાયોપિક મૂવી સંજુમાં રણબીર કપૂરે સંજય દત્તની  ભૂમિકા ભજવી હતી તેમાં કેટલાંક સીનમાં સંજય દત્તના ફેસ પર રણવીર કપૂરને ફેસ મુકવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોઈ ભલભલા ગોથા ખાઈ ગયા હતા તે ‘ડીપફેક’નો કમાલ હતો..આગામી જવાન મૂવીમાં પણ ‘ડીપફેક’ ટેકનિકનો ઉપયોગ થયો છે.
સેલિબ્રિટીઝ કે જાહેર જીવનમાં સક્રિય લોકો ‘ડીપફેક’ દ્વારા સાઈબર ક્રાઈમનો ભોગ પણ બન્યા
ડીપફેક’ની આપ જ્યારે કોઈપણ એપ ડાઉનલોડ કરો છો  ત્યારે તમે તેના ડેવલપર્સને તમારો સંપૂર્ણ ફોટો ગેલેરીનો એક્સેસ આપી દો છે. જેથી તેમાં રહેલા કોઈ બીજા ફોટો સાથે પણ તેઓ ચેડાં કરી શકે છે. તમારી પ્રાઈવેસી ભંગ કરી શકે છે. જે અંગે ખાસ તકેદારી રાખવી. આ ટેક્નોલોજીથી થતા ક્રાઈમના કેસમાં આઈપીસી અને આઈટી એક્ટ હેઠળ કાયદો અમલમાં છે. સેલિબ્રિટીઝ કે જાહેર જીવનમાં સક્રિય લોકો ‘ડીપફેક’ દ્વારા સાઈબર ક્રાઈમનો ભોગ પણ બની છે…
‘ડીપફેક’ અંગે કેટલીક માહિતી
1.      ડીપફેક આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ થી વર્ક કરે છે.
2.      ડીપફેક મોર્ફિંગથી એક સ્ટેજ ઉપરની અત્યાધુનિક ટેક્નોલોજી છે
3.      વર્ષ 2017માં એક અમેરિકન યુઝર્સે વેબસાઈટ પર સેલિબ્રિટીના ચહેરા લગાવી અપલોડ કર્યા જેનાથી ભારે હંગામો મચ્યો હતો
4.      અમેરિકાની વોલસ્ટ્રીટ જર્નલના અહેવાલ પ્રમાણે 2018માં ડીપફેક વીડિયોની સંખ્યા 10 હજાર હતી, જે વર્તમાન સમયમાં લાખો છે.
5.      ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ડીપફેક વીડિયોમાંથી 96 ટકા વીડિયો પોર્ન હોય છે.
6.      ડીપફેકના વીડિયોની સંખ્યા દર 6 મહિને 4-5 ગણી વધી રહી છે.
7.      ડીપફેકમાં મહિલાની ઈમેજ અને વોઈસનો 60 ટકા ઉપયોગ થઈ રહ્યો છે.
ડીપફેક એપનું જેમ જેમ ચલણ વધતું જશે તેમ તેમ મુશ્કેલીઓ પણ વધતી જવાની શક્યતાઓ નકારી શકાતી નથી. જો કે સેક્સટ્રોર્શન માટે આવતા ફોનમાં દેખાતો પોર્ન વીડિયો પણ ડીપફેક જ છે. તેથી આવા કોલની સાથે ડીપફેકથી પણ ચેતતું રહેવું જરૂરી છે.
Whatsapp share
facebook twitter