Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રેલવેમાં ‘અગ્નિવીર’ માટે 15 ટકા અનામત આપવાનો ફેંસલો 

09:26 AM May 12, 2023 | Vipul Pandya
રેલ્વેએ આર્મીની ‘અગ્નિપથ’ યોજના હેઠળ નિવૃત્ત અગ્નિવીરોને તેના વિવિધ વિભાગો હેઠળ બિન-રાજપત્રિત પોસ્ટ્સ પર સીધી ભરતીમાં 15 ટકા અનામત આપવાનું નક્કી કર્યું છે. આ સાથે ‘અગ્નિવીર’ને વય મર્યાદા અને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણમાં પણ છૂટ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)માં ‘અગ્નિવીર’ માટે રિઝર્વેશન પોલિસી પણ વિચારણા હેઠળ છે.
અગ્નિવીરોને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને ઉંમરમાં છૂટછાટ
સૂત્રોએ જણાવ્યું હતું કે રેલ્વે ‘લેવલ-1 અને લેવલ-2’ની પોસ્ટમાં ‘અગ્નિવીર’ને અનુક્રમે 10 ટકા અને પાંચ ટકા હોરિઝોન્ટલ રિઝર્વેશન આપશે. અગ્નિવીરોને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. અગ્નિવીરની પ્રથમ બેચને નિર્ધારિત વય મર્યાદામાંથી પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે પછીની બેચને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે રેલ્વે બોર્ડે તમામ જનરલ મેનેજરોને જારી કરેલા પત્રમાં વિવિધ રેલ્વે ભરતી એજન્સીઓને આ છૂટનો લાભ આપવા જણાવ્યું છે.
ભૂતપૂર્વ અગ્નિવીરોને યોગ્ય કારકિર્દી વિકલ્પો પ્રદાન
કેટલાક કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો અને ઉદ્યોગ સંસ્થાઓ સમાન નોકરી અનામત યોજનાઓ દ્વારા  કરે છે. અગ્નિવીર કે જેમણે સેવાનો સમયગાળો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે તેઓ દસ્તાવેજી પુરાવા સાથે નોન-ગેઝેટેડ પે ગ્રેડ સામે ઓપન માર્કેટમાંથી સ્ટાફની ભરતી માટે રેલવે ભરતી એજન્સીઓ દ્વારા જારી કરાયેલ કેન્દ્રીય રોજગાર સૂચના સામે અરજી કરી શકે છે.
માત્ર 250 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે
એવું પણ જણાવવામાં આવ્યું છે કે જે અગ્નિવીરોએ તેમનો ચાર વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કર્યો છે તેઓએ રેલવે ભરતી એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવતી ઓપન માર્કેટમાં ભરતી માટે અરજી કરવા માટે માત્ર 250 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે
 25 ટકા અગ્નિવીરોને જ દળમાં જાળવી રાખવામાં આવશે
નોંધનીય છે કે કેન્દ્ર દ્વારા ગયા વર્ષે શરૂ કરવામાં આવેલી ‘અગ્નિપથ’ ભરતી યોજના હેઠળ, ચાર વર્ષ પૂરા થયા પછી, માત્ર 25 ટકા અગ્નિવીરોને જ દળમાં જાળવી રાખવામાં આવશે, જ્યારે બાકીના નિવૃત્ત થઈ જશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ