Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પૈસાની લેતી-દેતી મામલે મિત્રની પત્ની અને તેના પુત્ર પર જીવલેણ હુમલો

04:03 PM Jun 04, 2023 | Vishal Dave

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ 

ભરૂચના ઝાડેશ્વર ગામ નજીકની એક સોસાયટીમાં એક મિત્ર બીજા મિત્રના ઘરે ઉછીના રૂપિયાની ઉઘરાણી કરવા ગયો હતો. જે દરમ્યાન મિત્ર ઘરે ન હોવાથી તેની પત્નીના ફોનથી તેણે મિત્રને ફોન લગાવીને તેને ધમકી આપી હતી..એટલું જ નહીં મિત્રની પત્ની અને પુત્ર ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કરી બંનેની હત્યાનો પ્રયાસ કરતા ગંભીર રીતે ઘવાયેલા માતા અને પુત્રને લોહી લુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી હુમલાખોર સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી રીંકેશકુમાર પટેલની મેહુલ વ્રજલાલ ગોહિલ સાથે મિત્રતા હતી અને બંને વચ્ચેની મિત્રતામાં રિંકેશ પટેલે મેહુલ ગોહિલ પાસેથી ઉછીના રૂપિયા ૪ લાખ લીધા હતા અને રીન્કેશ પટેલ તેના મિત્ર મેહુલ ગોહિલને ટુકડે ટુકડે રૂપિયા આપી રહ્યા હતા અને ગતરોજ મેહુલ ગોહિલ તેના મિત્ર રિંકેશ પટેલના ઝાડેશ્વર ગામમાં આવેલ યોગી દર્શન સોસાયટી ખાતે રૂપિયાની ઉઘરાણી કરવા આવ્યા હતા અને રીન્કેશ પટેલ ઘરે ન હોવાથી તેની પત્નીના ફોનથી મેહુલ ગોહિલે ફોન ઉપર રૂપિયા બાબતે વાતચીત કરી હતી

મિત્રના ઘરે રૂપિયાની ઉઘરાણી કરવા આવેલ મેહુલ ગોહિલે નોકરી ઉપર રહેલા મિત્ર રિંકેશ પટેલ સાથે વાતચીત કર્યા બાદ હવે જો હું શું કરું છું તેમ કહી રીન્કેશના ઘરે તેની પત્ની હાજર હોય અને તેની પત્ની તથા તેના દીકરા ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને રીન્કેશ પટેલની પત્ની ગુંજનના ગળા અને માથાના ભાગે આડેધડ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા સાથે જ ઘરમાં રહેલા રીન્કેશ પટેલના દીકરા હેમીલ ઉપર પણ ચપ્પુના ઘા જીકી બંનેની હત્યાનો પ્રયાસો કર્યા હતો

ગંભીર રીતે ઘવાયેલી ફરિયાદીની પત્નીને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે જ્યારે દીકરા હેમિલને પણ સારવાર આપવામાં આવી છે લોહી લુહાણ અવસ્થામાં ગંભીર રીતે ઘવાયેલા માતા અને પુત્રની હત્યાનો પ્રયાસ કરનાર મેહુલ વ્રજલાલ ગોહિલ રહે વેનેજીયા સ્કાય તવરા રોડ ભરૂચનાઓ સામે હત્યાના પ્રયાસની આઈપીસી કલમ 307,326,324,323,452,506 મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે