Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

DC vs SRH : દિલ્હીનો ‘પાવર’ પ્લે… આ ખેલાડીએ ફટકારી T20 ના ઇતિહાસની સૌથી ઝડપી સદી

08:50 PM Apr 20, 2024 | Hiren Dave

DC vs SRH :ઈન્ડિયન પ્રીમિયર (Indian Premier League) લીગની 17મી સીઝનની 35મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ (DELHI CAPITALS) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SUNRISERS HYDERABAD) વચ્ચે મુકાબલો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા વગર કોઈ નુકસાને 16 બોલમાં 50 રન ફટકાર્યા છે. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા ક્રીઝ પર છે. બંને ટીમો વચ્ચે આ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં છે. દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી સાતમાંથી ત્રણ મેચ જીતી છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદે છમાંથી ચાર મેચ જીતી છે.

 

ટ્રેવિસ હેડે માત્ર 16 બોલમાં ફટકારી અડધી સદી

ટ્રેવિસ હેડે માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી છે. તેઓ 7 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવી ચૂક્યા છે. 3 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર વગર વિકેટે 62 રનને પાર થયો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ પાવર પ્લેમાં દબદબો

IPLની 17મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. આ સિઝનમાં તેણે બે મેચમાં 250+ રન બનાવ્યા છે. જ્યાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રન અને પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 287 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સની ટીમ એવી માનસિકતા સાથે આવી રહી છે કે પાવર પ્લેમાં જ આટલો મોટો સ્કોર કરવો જોઇએ કે વિરોધી ટીમને વાપસી કરવાનો મોકો ન મળે. તે પોતાના ઓપનિંગ બેટ્સમેનોના દમ પર આ પ્લાન પણ પૂરો કરી રહ્યો છે. આ મેચમાં ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ પ્રથમ વિકેટ માટે માત્ર 38 બોલમાં 131 રન જોડ્યા હતા. પ્રથમ વિકેટ માટે આ સૌથી ઝડપી સદીની ભાગીદારી છે.

 

સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, નિતીશ રેડ્ડી, શાહબાઝ અહમદ, પૈટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ કુમાર, મયંક મારકંડે અને ટી નટરાજન.

 

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન

ડેવિડ વૉર્નર, જેક ફ્રેઝર-મૈકગર્ક, અભિષેક પોરેલ, ઋષભ પંત (વિકેટકીપર-કેપ્ટન), ટ્રસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, લલિત યાદવ, કુલદીપ યાદવ, એનરિક નાર્ટજે, ખલીલ અહમદ અને મુકેશ કુમાર.

આ  પણ  વાંચો – ધોનીનું મેદાનમાં આવવું સ્ટેડિયમમાં બેઠેલા લોકો માટે ખતરનાક, મળી ચેતવણી

આ  પણ  વાંચો – Shubman Gill ની ગર્લફ્રેંડ મળી ગઇ? સ્ક્રીન પર તસ્વીર જોઇને શરમાઇ ગયો ખેલાડી