Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

DC vs GT: પંત-પટેલે અડધી સદી ફટકારી, GTને આપ્યો 225 રનનો ટાર્ગેટ

10:15 PM Apr 24, 2024 | Hiren Dave

DC vs GT:દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સ (DC vs GT)માટે 225 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 224 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટન ઋષભ પંતે 43 બોલમાં સૌથી વધુ 88 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. જ્યારે અક્ષર પટેલે 43 બોલમાં 66 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સિવાય છેલ્લી ઓવરોમાં ટ્રિસ્ટન સ્ટબ્સે શાનદાર બેટિંગ કરી અને 7 બોલમાં 26 રન બનાવ્યા.

ઋષભ પંત અને અક્ષર પટેલે ઇનિંગની કમાન સંભાળી હતી

રિષભ પંત અને અક્ષર પટેલ વચ્ચે 113 રનની ભાગીદારી નોંધાઈ હતી. જો કે આ પહેલા ટોસ હારીને બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર જેક ફ્રેઝર-મેકગર્ક 14 બોલમાં 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. પૃથ્વી શો 7 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. શાઈ હોપે 6 બોલમાં 5 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સે 5.4 ઓવર પછી 44 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી ઋષભ પંત અને અક્ષર પટેલે ઈનિંગને સંભાળી અને મોટો સ્કોર બનાવ્યો.

આવી હાલત રહી ગુજરાત ટાઇટન્સના બોલરોની

જ્યારે ગુજરાત ટાઇટન્સના બોલરોની વાત કરીએ તો સંદીપ વોરિયર સૌથી સફળ બોલર હતો. સંદીપ વારિયરે દિલ્હી કેપિટલ્સના 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ સિવાય નૂર અહેમદને 1 સફળતા મળી. તમને જણાવી દઈએ કે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સના 8 મેચમાં 8 પોઈન્ટ છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ 8 મેચમાં 6 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. તેથી, આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંને ટીમો આ મેચ જીતીને પોતાની પ્લેઓફની આશા જીવંત રાખવા માંગશે.

 

દિલ્હી કેપિટલ્સ

પૃથ્વી શો, જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, ઋષભ પંત (વિકેટમાં/કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, એનરિક નોર્સિયા, ખલીલ અહેમદ અને મુકેશ કુમાર.

ગુજરાત ટાઇટન્સ

શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, મોહિત શર્મા, નૂર અહેમદ અને સંદીપ વૉરિયર.

 

આ પણ  વાંચો – GSFA : પરિમલ નથવાણીએ પ્રથમ ગુજરાત સુપર લીગ (GSL)ની ટ્રોફીનું અનાવરણ કર્યું

આ પણ  વાંચો – Cricket : ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે સીરીઝ? PCBના ચીફે કહી આ વાત

આ પણ  વાંચો CSKVsLSG: IPL માં ઇતિહાસ રચશે ધોની, અહીં સુધી પહોંચનારો પહેલો ખેલાડી બનશે