Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લોકસભામાં ડેટા પ્રોટેકશન બિલ રજૂ કરવામાં આવ્યું, ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ડેટા પ્રોસેસિંગ માટે યુઝર્સની બિનશરતી સંમતિ લેવી ફરજિયાત

11:29 PM Aug 04, 2023 | Vishal Dave

કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે લોકસભામાં ડેટા પ્રોટેકશન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વ્યક્તિના પ્રાઇવેટ ડેટાનો કાયદેસર સંગ્રહ પ્રોસેસિંગ અને સુરક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.જો ડેટા લીક થાય કે નિયમોનો ભંગ કરવામાં આવે તો જે તે ડેટા લીક કરનારને વધુમાં વધુ રૂપિયા 250 કરોડ અને ઓછામાં ઓછી રૂપિયા 50 કરોડની પેનલ્ટી કરવાની જોગવાઈ કરાઈ છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેકશન બિલ 2023 મુજબ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા યુઝર્સના ડેટા પ્રોસેસ કરવા માટે જે તે વ્યક્તિ કે યુઝર્સને બિનશરતી મુક્ત તેમજ સ્પષ્ટ ભાષામાં ચોક્કસ રીતની સંમતિ લેવાની રહેશે..