+

world cup 2023 : સેમિફાઇનલ મેચ પહેલા ભારત માટે ખતરાની ઘંટડી! આ ખેલાડી મચાવશે ધમાલ

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી રમાયેલી તમામ 9 મેચ જીતી છે. હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. ન્યૂઝીલેન્ડે 9માંથી 5 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ લીગ મેચમાં ન્યૂઝીલેન્ડને…

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી રમાયેલી તમામ 9 મેચ જીતી છે. હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. ન્યૂઝીલેન્ડે 9માંથી 5 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ લીગ મેચમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. પરંતુ સેમિફાઇનલમાં જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. ભારતે આ મેચમાં રચિન રવિન્દ્ર અને ટ્રેન્ટ બોલ્ટથી સાવચેત રહેવું પડશે. આ બંને ખેલાડીઓ ખતરાની ઘંટડી સમાન છે. રચિને અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે.

 

રચિન રવિન્દ્ર શાનદાર ફોર્મમાં

ટીમ ઈન્ડિયા માટે રચિન રવિન્દ્ર મોટો ખતરો છે. તેની વિકેટ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. રચિને 9 મેચમાં 565 રન બનાવ્યા છે. રચિન રવિન્દ્રએ 3 સદી અને ફિફટી ફટકારી છે. રચિને પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. તેણે પાકિસ્તાન સામે 108 રન અને ઓસ્ટ્રેલિયા સામે 116 રન બનાવ્યા હતા. તેણે ભારત સામે 75 રનની ઇનિંગ રમી હતી. વિસ્ફોટક બેટિંગની સાથે રચીન સારી બોલિંગ પણ કરે છે. તેણે શ્રીલંકા સામે 2 વિકેટ લીધી હતી.

 

ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ

ટ્રેન્ટ બોલ્ટની વાત કરીએ તો તેણે 9 મેચમાં 13 વિકેટ ઝડપી છે. બોલ્ટે શ્રીલંકા સામે 3 વિકેટ લીધી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા સામે એક-એક વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામે પણ 3 વિકેટ લીધી હતી. બોલ્ટ અનુભવી છે અને તેણે ઘણી વખત ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે.

ન્યુઝીલેન્ડનું વર્લ્ડકપમાં પ્રદર્શન

ન્યૂઝીલેન્ડને ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ તેણે ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને હરાવ્યા હતા. સેમિફાઇનલ પહેલાની છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે 5 વિકેટે જીત મેળવી હતી. હવે તે ટીમ ઈન્ડિયા સામે મેદાનમાં ઉતરશે.

 

આ  પણ  વાંચો –IND VS NZ : સેમી ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને પરેશાન કરી રહ્યા છે આ આંકડા !

 

 

Whatsapp share
facebook twitter