Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

DAHOD : સામાજિક સમરસતાના ભાવ સાથે મહિલાઓએ ફાગોત્સવ ઉજવ્યો

03:40 PM Mar 17, 2024 | Harsh Bhatt
હોળી પર્વ એટ્લે દાહોદ જિલ્લામાં અનોખી રીતે ઉજવાતું પર્વ છે. અહીની પરંપરા અને રિવાજો નોખા જોવા મળે છે હોળી – ધૂળેટી પર્વ ઉપર અનેક માંયતાઓ પણ રહેલી છે તો સાથે યુવાનોમાં કલરફૂલ હોળી રમવા માટે પણ આતુર હોય છે તો બીજી તરફ મહિલાઓ પણ હોળીને લઈને ખૂબ ઉત્સાહી જોવા મળે છે. ખાસ કરીને ફાગગીતો, ફાગોત્સવ સહિતની અનેક પરંપરાઓ વર્ષોથી ચાલી આવી છે. ફાગોત્સવમાં 500 થી પણ વધારે મહિલાઓ એકત્ર થાય છે અને હોળીના ફાગ રસિયા ગીતોની સાથે વિવિધ વેશભૂષા અને હોળી માટેના ખાસ ગીતો ઉપર નૃત્ય પ્રસ્તુતિ કરતાં હોય છે. દરેક સમાજની અને દરેક ઉમરની મહિલાઓના અલગ અલગ ગ્રૂપ પોતાની ક્રુતિ રજૂ કરે છે અને વિજેતા ગ્રૂપને પ્રોત્સાહિત ઈનામ પણ આપવામાં આવે છે.
હોળી નિમિત્તે સતત 11 માં વર્ષે ફાગોત્સવ ઉત્સવનું આયોજન કરાયું
દાહોદની વુમનીયા ગ્રૂપ દ્રારા હોળી નિમિત્તે સતત 11 માં વર્ષે ફાગોત્સવનું આયોજન કરાયું. જેમાં અલગ અલગ સમાજના 35 જેટલા મહીલા મંડળે ભાગ લઈ હોળી પર્વના ગીતો સાથે અલગ અલગ ક્રુતિઑ રજૂ કરી. દાહોદ જિલ્લામાં હોળીનો તહેવાર એટલે ખૂબ ધામધૂમથી તેમજ અલગ અલગ વિસ્તાર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. વિવિધ મેળાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બંતા હૉય છે. હોળી પહેલા જ કેટલાય દિવસોથી અલગ અલગ કાર્યક્રમો થતાં હોય છે. જેમાં આજે વુમનીયા ગ્રૂપ દ્રારા સતત 11 માં વર્ષે ફાગોત્સવ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સમરસ્તા જળવાય અને હોળીનો તહેવાર ઉત્સાહભેર ઉજવી શકાય તે માટે દર વર્ષે આ કાર્યક્ર્મનું આયોજન થાય છે.

ફાગોત્સવમાં અલગ અલગ સમાજની 35 જેટલા મહિલા મંડળે ભાગ લીધો હતો

જેમાં તમામ સમાજની મહિલાઓ પોતાના ગ્રૂપ સાથે હોળીના ગીતો ઉપર નૃત્ય પ્રસ્તુતિ કરે છે અને મહિલાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. આજે યોજાયેલા ફાગોત્સવમાં અલગ અલગ સમાજની 35 જેટલા મહિલા મંડળે ભાગ લીધો હતો અને અલગ અલગ વેષભૂષા સાથે કૃતિઓ નૃત્ય  પ્રસ્તુતિ કરી હતી તો સાથે રાધાકૃષ્ણની વેશભૂષામાં પણ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. અબીલ ગુલાલની છોળો તેમજ પુષ્પવર્ષા સાથે ફાગોત્સવની ઉજવણી કરી હતી અને આજથી જ હોળી પર્વની શરૂઆત થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. મહિલાઓના આ કાર્યક્ર્મને પ્રોત્સાહિત કરવા માટે દાહોદના ધારાસભ્ય સહિતના પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી અને મહિલાઓને પ્રોત્સાહઇત કરી હતી.

અહેવાલ – સાબિર ભાભોર 

આ પણ વાંચો : VADODARA : નગરજનોને ફોલ્ડિંગ રોડનું નજરાણું આપતું તંત્ર