Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Dabhoi: ડભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો, ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

11:57 PM Apr 13, 2024 | VIMAL PRAJAPATI

Dabhoi: વડોદરા જિલ્લાના ડભોઇમાં બસ સ્ટેન્ડ પાસે આવેલી વૃંદાવન સોસાયટીના એક મકાનમાં ઘૂસી જઈ રૂપિયા બે લાખ રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મળી રૂપિયા 3.20 લાખ મુદ્દામાલ ચોરી થઈ હતી. ચોર મકાન માલિક વૃદ્ધાની નજર સામે જ નીકળ્યો હતો. જોકે ધોળે દિવસે થયેલી ચોરીના આ બનાવમાં Dabhoi પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ધરપકડ કરી મુદ્દામાલ માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો

આ બનાવની વિગતે વાત કરવામાં આવે તો Dabhoi બસ સ્ટેન્ડ સામે આવેલી બી, 17 વૃંદાવન સોસાયટીમાં અંકિતભાઈ ઇન્દ્રવદન પટેલ માતા જશોદાબેન સહિત પરિવાર સાથે રહે છે. તારીખ 11 એપ્રિલના રોજ બપોરના સમયે તેઓના મકાનના પાછળના દરવાજો ખોલી કોઈ અજાણીયો શખસ ઘરમાં ઘૂસી ગયો હતો. ઘરની તિજોરીમાં મુકેલ રોકડ રૂપિયા 2 લાખ તેમજ 70 ગ્રામ વજનના ચાંદીના છાડા અડધા તોલાની ડાયમંડ વાળી સોનાની બે વીટી અડધા તોલા વજનની એક સોનાની લકી અડધા તોલા વજનના બે સોનાના ચુડા અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 3.20 હજારના મુદ્દદાબાદ ચોરીને ફરાર થઈ ગયો હતો.

આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

મહત્વની વાત એ છે કે, ઘરમાં ચોરી કરીને જઈ રહેલા ચોરને અંકિતભાઈ પટેલની માતા જશોદાબેન જોયો હતો. પરંતુ તે સમયે તેઓને ખ્યાલ ના હતો કે ઘર પાસેથી પસાર થઈ રહેલો વ્યક્તિ પોતાના ઘરમાંથી ચોરી કરીને જઈ રહ્યો છે. જ્યારે ખબર પડે ત્યારે મોડું થઈ ગયું હતું. આ બનાવે સોસાયટીમાં ચકચાર જગાવી મૂકી હતી સીસીટીવીમાં શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ દરમિયાન અંકિતભાઈ પટેલ ઘરમાં થયેલી ચોરીના ફરિયાદ ડભોઇ પોલીસમાં મથકમાં નોંધાવી હતી. ડભોઇના પોલીસે ફરિયાદના આધારે તપાસના દોર શરૂ કર્યો હતો. વૃંદાવન સોસાયટી પાસેથી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી. જેમાં એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં જણાઈ આવ્યો હતો જે વ્યક્તિ નજરે જોનાર અંકિતભાઈના માતા જશોદાબેનને બતાવવા તેઓએ શંકાસ્પદ વ્યક્તિ જ ઘરમાંથી ચોરી કરી ગયો હોવાનું જણાવતા પોલીસ તેની ગણતરીના કલાકોમાં જ ધરપકાર કરી લીધી હતી.

આરોપી સામે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

Dabhoi પોલીસે સ્ટેશનના પીઆઇ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ બનાવમાં પોલીસે સીસીટીવીના આધારે અમર અશોકભાઈ દેવીપુજક રહે ગોપાલ નગર ઝુપડપટ્ટી વેગા વાડીઓ ડભોઇ રેલવે સ્ટેશન પાસે રહે છે. એના ઘર પાસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તેના ઘરમાંથી ચોરીના મુદ્દા માલ પૈકી 70 ગ્રામ વજનના ચાંદીના છડાં રૂપિયા 3.30 નો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે અગાઉ પણ આરોપી સામે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

અહેવાલ: પીન્ટુ પટેલ, ડભોઇ (વડોદરા)

આ પણ વાંચો: Ahmedabad Narol Crime: દીકરીને રમાડવા આવેલા પતિને પત્નીએ પરિવારજનો સાથે મળી મોતને ઘાટ ઉતાર્યો

આ પણ વાંચો: DAHOD : શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહેલા કામોથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

આ પણ વાંચો: Surat news: સુરતના એક્વામેજિકા વોટર પાર્કમાં લાગ્યા પેલેસ્ટાઈનના નારા