+

Dabhoi: દર્ભાવતી નગરીમાં દશેરાના મહાપર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી

અહેવાલ – પીન્ટુ પટેલ, ડભોઇ ડભોઇ નગરમાં આજે દશેરાની ધાર્મિક વાતાવરણમાં ઉત્સાહભેર નગરજનોએ ઉજવણી કરી હતી.નવ દિવસ સુધી નગરજનો ઉપર શેરી ગરબા મહોત્સવ છવાયેલ રહ્યો હતો.પૂર્ણ પુરુષોત્તમ રામચંદ્રજીએ રાવણ ઉપર…

અહેવાલ – પીન્ટુ પટેલ, ડભોઇ

ડભોઇ નગરમાં આજે દશેરાની ધાર્મિક વાતાવરણમાં ઉત્સાહભેર નગરજનોએ ઉજવણી કરી હતી.નવ દિવસ સુધી નગરજનો ઉપર શેરી ગરબા મહોત્સવ છવાયેલ રહ્યો હતો.પૂર્ણ પુરુષોત્તમ રામચંદ્રજીએ રાવણ ઉપર અને છત્રપતિ શિવાજીએ ઔરંગઝેબે ઉપર વિજય મેળવવા આજના એટલે કે વિજયા દશમીના દિને પ્રારંભ કર્યો હતો.હિંદુ સંસ્કૃતિ શોર્ય અને વીરતાની પૂજક છે.સમાજમાં વીરતા પ્રગટે એ માટે વિજયાદશમીના તહેવારની ઉજવણી કરાતી હોવાની પણ એક માન્યતા છે.

આજરોજ ડભોઈ હીરાભાગોળ કિલ્લામાં આવેલ ગઢભવાની માતાજીના મંદિર ખાતે નગરજનો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.વહેલી સવારના ગઢ ભવાની માતાજીના શિખર ઉપર આવેલી ધજા બદલવાની હોવાથી એની ધાર્મિક વિધિ શ્રદ્ધાળુઓ દ્વારા કરી ધજા બદલવામાં આવી હતી.વર્ષમાં બે જ વાર ધજા બદલવામાં આવે છે.આના પહેલા ચૈત્રી આઠમે ધજા બદલવામાં આવી હતી.ત્યાર બાદ આજરોજ વિજયાદશમીના દિવસે ધજા બદલી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધાર્મિક વિધિ સાથે નવી ધજા ચઢાવવામાં આવી હતી.

વહેલી સવારના દરેક પ્રકારના વાહનોની પ્રજાજનો દ્વારા પૂજા કરવામાં આવી હતી.આજરોજ ફૂલો તથા ફૂલ હારનું ભારે વેચાણ થયું હતું ફૂલોનો વ્યવસાય કરતા લોકો માટે આજનો દિવસ લાભપ્રદ રહ્યો હતો.આજરોજ ફાફડા અને જલેબી ના વેપારીઓ દ્વારા વધારાના કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા હતા.નગરજનો ફાફડા,જલેબી, ચોળાફળી વિગેરે વાનગીઓ ખરીદતા જોવા મળ્યા હતા.ઓટોમોબાઇલનાં શોરૂમ ઉપર આજે લોકો નવા વાહનોની ડિલીવરી લેવા માટેનો ધસારો જોવા મળ્યો હતો.

સાંપ્રત સમયમાં નૈતિક મૂલ્યો ભયમાં મુકાયા છે.ત્યારે આવા તહેવારોની ઉજવણી જ એક આશા છે.સમાજની દીન પ્રતિદિન લાચાર તથા ભૌગવૃત્તિ સંહારવાના આજના દિને બાહ્ય શત્રુની સાથે સાથે આંતર શત્રુઓ પર વિજય મેળવવા દ્રઢ નિશ્ચય કરવાનો આજનો દિવસ છે.આજનું પર્વ એટલે ભક્તિ અને પવિતતાનું મિલન કહેવાય છે.આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજય સમા દશેરા પર્વની ડભોઇમાં શાનદાર રીતે ઉજવણી આજરોજ ભારે ધામધૂમથી થઈ હતી.

આ પણ વાંચો – Dabhoi: દર્ભાવતી નગરીના પ્રાચીન ગઢ ભવાની મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢી શસ્ત્ર પૂજન કર્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter