Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CSK VS KKR : ચેપોકમાં CSK ની બાદશાહત કાયમ, સીઝનમાં KKR ની પહેલી હાર

11:27 PM Apr 08, 2024 | Harsh Bhatt

IPL 2024 માં આજે મહા-મુકાબલો CSK અને KKR વચ્ચે ચેન્નાઈના હોમ ગ્રાઉંડ ચેપોકમાં રમાયો હતો. આ મેચમાં માસ્ટર ધોનીની ટીમ CSK એ સરળતાથી વિજય મેળવ્યો હતો. આ મેચમાં ચેન્નાઈના કપ્તાન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બોલિંગની પસંદગી કરી હતી. ઘાતક લાગતી KKR ની ટીમ સ્કોર બોર્ડ ઉપર ચેન્નાઈની ધીમી પિચ ઉપર વધારે સ્કોર કરવામાં અસફળ રહી હતી. KKR ની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં ફક્ત 137 બનાવી શકી હતી. ચેન્નાઈની ટીમે 17.4 ઓવરમાં આ સ્કોરને સફળતાથી પાર પાડ્યો હતો અને 7 વિકેટથી મેચ જીતી CSK એ આ મેચ પોતાના નામે કરી હતી.

CSK જીતના ટ્રેક ઉપર આવી

CSK ને છેલ્લી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતા સામે એક સરળ વિજય મેળવ્યા બાદ ટીમ હવે જીતના ટ્રેક પર પરત ફરી છે. આ પહેલા તેને દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતા પહેલા CSK એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સને તેમની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. તેણે તેમની ત્રણેય મેચ જીતી હતી. KKR એ સનરાઇઝર્સ, રોયલ ચેલેન્જર્સ અને દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું.

સર જાડેજાએ મેચમાં મચાવી ધમાલ

ચેન્નાઈની પીચ પર પ્રથમ બેટિંગ કરતા KKR ની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 137 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈની આ પીચ પર KKR ના બેટ્સમેન સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. KKR ની ટીમથી સૌથી વધુ શ્રેયશ ઐય્યરએ 32 બોલમાં 34 રન બનાવ્યા હતા. બીજી તરફ રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં શાનદાર દેખાવ કર્યો હતો. સર જાડેજાએ 4 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. એ સાથે જ તુષાર દેશપાંડેએ 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે મુસ્તફિઝુર રહેમાને 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી હતી.

કપ્તાનની કપ્તાની પારી

KKR ના આ સામાન્ય ટાર્ગેટને CSK ની ટીમે સરળતાથી પૂરો પાડ્યો હતો. CSK માં કપ્તાન ઋતુરાજ ગાયકવાડે શાનદાર શરૂઆત આપી હતી અને મેચમાં તેમણે ક્યારેય પણ KKR ને મજબૂત પકડ બનાવવાનો મોકો આપ્યો ન હતો. ચેન્નાઈ તરફથી ઋતુરાજએ 58 બોલમાં 9 ચોક્કાની મદદથી 67 રન બનાવ્યા હતા, મહત્વની વાત અહી એ છે કે ઋતુરાજ આ મેચમાં અણનમ રહ્યા હતા અને પોતાના ટીમને જીત આપવી હતી. કોલકાતા તરફથી વૈભવ અરોરાને 2 વિકેટ મળી હતી અને સુનિલ નારાયણને પણ 1 સફળતા મળી હતી.

આ પણ વાંચો : CSK VS KKR : ચેપોકમાં CSK ની બાદશાહત કાયમ, સીઝનમાં KKR ની પહેલી હાર