+

CSK New Captain : CSKએ નવા કેપ્ટનની કરી જાહેરાત, ધોનીની જગ્યાએ બન્યો આ કેપ્ટન

CSK New Captain : ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) (IPL) 2024ની સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પરંતુ તેના એક દિવસ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝીએ…

CSK New Captain : ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) (IPL) 2024ની સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પરંતુ તેના એક દિવસ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝીએ એક મોટી જાહેરાત કરી છે. આ વખતે મહેન્દ્ર સિંહ ધોનીની( MS Dhoni ) જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad ) કેપ્ટનશિપ (CSK New Captain) કરતો જોવા મળશે.

 

તમને જણાવી દઈએ કે 27 વર્ષીય સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ ટીમના ચોથા કેપ્ટન હશે. ધોની (MS Dhoni )ઉપરાંત આ પહેલા રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈના કેપ્ટનશીપ કરી ચુક્યા છે. ધોનીએ 212 મેચોમાં ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ કરી છે. જ્યારે જાડેજાએ 8 મેચમાં અને રૈનાએ 5 મેચમાં કેપ્ટનશિપ કરી હતી.

 

ઋતુરાજ ગાયકવાડની કારકિર્દી

ઋતુરાજ દશરત ગાયકવાડ એક ભારતીય ક્રિકેટર છે જે સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર માટે અને IPL (ડોમેસ્ટિક અને IPL ટીમ)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings )માટે રમે છે. તે જમણા હાથનો બેટ્સમેન છે અને જમણા હાથથી ઓફ બ્રેક બોલિંગ કરે છે. તેણે જુલાઈ 2021માં ભારતીય ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. તે 2021 ઇન્ડિયન પ્રીમિયર લીગ (2021 IPL ટોપ રન સ્કોરર) માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 2021 મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્રની કેપ્ટનશીપ કરી હતી.

 

જાડેજા 2022માં CSKનો કેપ્ટન બન્યો હતો

IPL 2022માં પણ ચેન્નાઈની ટીમે એક દિવસ પહેલા જ નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી હતી. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજાને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું પગલું બેકફાયર થયું હતું. જાડેજાની કેપ્ટનશીપમાં ચેન્નાઈની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. જાડેજાનું પોતાનું પ્રદર્શન પણ નકામું હતું. ત્યારબાદ જાડેજાના સ્થાને ધોનીએ મધ્ય સિઝનમાં ફરીથી કેપ્ટન તરીકે જવાબદારી સંભાળવી પડી હતી.

ઋતુરાજ ગાયકવાડનો જન્મ 31 જાન્યુઆરી 1997ના રોજ પુણે, મહારાષ્ટ્રમાં થયો હતો. તેમના પિતા દશરથ ગાયકવાડ DRDOના કર્મચારી હતા. તેની માતા સવિતા ગાયકવાડ મ્યુનિસિપાલિટી સ્કૂલમાં શિક્ષિકા છે. તેમણે પ્રાથમિક શાળાનું શિક્ષણ સેન્ટ જોસેફ સ્કૂલમાંથી કર્યું હતું. પુણેની લક્ષ્મીબાઈ નાડગુડે સ્કૂલમાંથી આગળનું શિક્ષણ મેળવ્યું. તેણે આગળનો અભ્યાસ મરાઠવાડા મિત્ર મંડળ કોલેજમાંથી કર્યો. ગાયકવાડનું પૈતૃક ગામ પુણે જિલ્લાના સાસવડ વિસ્તારમાં પરગાંવ મેમાણે છે.

MS Dhoni  કપ્તાનીમાં ચેન્નાઈએ 5 વખત ખિતાબ જીત્યો હતો.

42 વર્ષીય ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ તે આઈપીએલમાં રમી રહ્યો છે. તેની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 5 વખત ખિતાબ જીતી ચૂકી છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે ગત સિઝન એટલે કે 2023માં પણ જીત મેળવી હતી. ત્યારબાદ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું.

 

ગાયકવાડ ધોની કરતા અડધી કિંમત છે

ગાયકવાડે 2020ની સિઝનમાં IPLમાં પ્રથમ મેચ રમ્યો હતો . ત્યારથી તે IPLમાં 52 મેચ રમી ચૂક્યો છે. ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી ગાયકવાડને એક સિઝન માટે 6 કરોડ રૂપિયા ચૂકવી રહી છે. જ્યારે ધોનીને 12 કરોડ રૂપિયા મળી રહ્યા છે. આ રીતે આઈપીએલમાં ગાયકવાડની ફી ધોની કરતા અડધી છે.

 

ધોનીએ પહેલા જ સંકેત આપ્યા  હતા 

ધોનીએ તાજેતરમાં ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી અને સંકેત આપ્યો હતો કે તે હવે IPL 2024માં નવી ભૂમિકામાં દેખાઈ શકે છે. તેની આ પોસ્ટે ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા હતા. ધોનીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘નવી સીઝન અને નવા રોલ માટે રાહ નથી જોઈ શકતો. જોડાયેલા રહો!’ આ પોસ્ટમાં માહીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે તેનો નવો રોલ શું હશે. પરંતુ હવે તે પોસ્ટથી બધું સ્પષ્ટ થઈ ગયું છે.

 

 

CSK અને RCB વચ્ચે ઓપનિંગ મેચ

IPL 2024 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ સિઝનની ટુર્નામેન્ટની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈના ચેપોકમાં યોજાવા જઈ રહી છે. જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એમએસ ધોનીના ચાહકો પણ IPL 2024ને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા, પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ધોનીના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. આવી સ્થિતિમાં ગાયકવાડની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

 

આ  પણ  વાંચો  – IPL 2024 Opening Ceremony : બોલીવુડના આ દિગ્ગજ સ્ટાર ઓપનિંગ સેરેમનીમાં લગાવશે ચાર ચાંદ

આ  પણ  વાંચો  – IPL 2024 : નવા નિયમો સાથે શરૂ થવા જઇ રહ્યો છે ક્રિકેટનો મહાસંગ્રામ

આ  પણ  વાંચો  – ધોનીએ બોબી દેઓલને કર્યો મેસેજ અને કહ્યું “વો વાલી વિડિયો ડિલીટ કરના યાર”  

 

Whatsapp share
facebook twitter