+

Crime branch: અમદાવાદમાં કુખ્યાત ચોર 8 વર્ષે ઝડપાયો

Crime branch: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાંથી કરોડપતિ ચોરની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે (Crime branch) ઝડપી પાડેલ આરોપીનું નામ હિતેશ જૈન છે. હિતેશ જૈન પોતાના મોજશોખ પૂરા કરવા…

Crime branch: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાંથી કરોડપતિ ચોરની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે (Crime branch) ઝડપી પાડેલ આરોપીનું નામ હિતેશ જૈન છે. હિતેશ જૈન પોતાના મોજશોખ પૂરા કરવા માટે ચોરી કરતો હતો. આરોપી દ્વારા છેલ્લા 8 વર્ષમાં 130 થી વધુ વાહનોની ચોરીને અંજામ આપ્યો હતો. આ આરોપી અનોખી રીતે ચોરીની યોજના બનાવતો હતો.

આરોપી પાસેથી મળેલ મુદ્દામાલની માહિતી

તે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાંથી વાહન ચોરી કરતો હતો. ત્યાર બાદ તેનું પેટ્રોલ પૂરું થાય ત્યાં સુધી પોતાની પાસે રાખતો હતો. ત્યાર બાદ તેને બિનવારસી જગ્યાએ છોડી દેતો હતો. તેની પાસેથી ક્રાઈમ બ્રાન્ચે આવા જ 4,70,000 ની કિંમતના 41 વાહનો કબજે કર્યા છે. તો મહત્વનું છે કે આરોપી માત્ર બે થી ત્રણ મિનિટમાં એકટીવા વાહન ચોરી કરી ફરાર થઈ જતો હતો.

જે અંગે અમદાવાદના સાબરમતી, બોડકદેવ, ચાંદખેડા, રાણીપ, સેટેલાઈટ અને ગાંધીનગરના સંખ્યાબંધ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદો દાખલ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ જે એચ સિંધવએ જણાવ્યું હતું કે  ઝડપાયેલ આરોપી ચોરી કર્યા બાદ વાહનને પીરાણા પાસેના ખુલ્લા પ્લોટમાં મૂકી રાખતો હતો.. જ્યાંથી પોલીસે ૩૦ જેટલા વાહનો કબજે કર્યા છે.

પોલીસે મળવેલ આરોપી વિશે માહિતી

તે ઉપરાંત આરોપીને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે વાહનોની બેટરી અને અન્ય સામાન વેચી મોજશોખ પૂરા કરતો હતો. પોલીસ તપાસમા સામે આવ્યુ કે આરોપી પાસે અમદાવાદમાં બે કરોડના બે ફ્લેટ છે. જેમાથી એક ફ્લેટ ભાડે આપ્યો છે. તે ઉપરાંત 3 મહિનામા જ આરોપી એ 70 એક્ટિવા ચોર્યા હોવાની કબુલાત કરી છે. તે આરોપીએ અમદાવાદના બગીચા, મોલ, બસ-સ્ટૉપ અને રેલ્વે સ્ટેશન પાસેથી ચોરી કરી હોવાની કબુલાત કરી છે. આરોપી ખાસ કરીને જૂના અને જેના લોક ઘસાઈ ગયા હોય તેવા વાહનોને ટાર્ગેટ કરતો હોવાનુ સામે આવ્યુ છે.

હાલમાં પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેના અંતર્ગત પોલીસ માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરી રહી છે કે, આરોપી માત્ર મોજશોખ પૂરા કરવાના હેતુંથી ચોરી કરતો હતો, કે પછી…. બીજુ કોઈ કારણ હતું. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગુનો નોંધી આગળ તજવીજ હાથ ધરી છે.

અહેાવાલ કલ્પીન ત્રિવેદી

આ પણ વાંચો: SMC Big Raid : 78 લાખનો વિદેશી દારૂ પકડવા કઈ તરકીબ અપનાવી, જાણો

Whatsapp share
facebook twitter