Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હાર્દિક અને નતાશાના સંબંધમાં પડી તિરાડ! વાત પહોંચી શકે છે છૂટાછેડા સુધી

01:10 PM May 24, 2024 | Hardik Shah

Hardik Pandya Divorce Rumours with Natasa : મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા (Mumbai Indians captain Hardik Pandya) માટે મુસિબતના દ્વાર હજુ પણ બંધ થયા નથી. ક્રિકેટના મેદાનમાં ફેલ થયા બાદ હવે તેઓ સાંસારીક જીવનમાં નિષ્ફળ થયા હોવાનું સામે આવી રહ્યું છે. જણાવી દઇએ કે, હાર્દિક પંડ્યા અને તેમની પત્ની નતાશા સ્ટેનકોવિક (Hardik Pandya and his wife Natasha Stankovic) વચ્ચેના અણબનાવના સમાચાર હેડલાઇન્સ (Headlines) માં છે. કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક અને નતાશા (Hardik and Natasha) અલગ થઈ ગયા છે. નતાશાએ પણ સોશિયલ મીડિયા (Social Media) પરથી હાર્દિકનું નામ હટાવી દીધું છે. જો કે આ સમાચારમાં કેટલું સત્ય છે તે હજુ કહી શકાય તેમ નથી.

Hardik Pandya and Natasa

ક્રિકેટમાં ફેલ અને હવે સાંસારિક જીવનમાં પણ…

જ્યારથી ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીને છોડી હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બન્યા ત્યારથી તેમનો ખરાબ સમય શરૂ થઇ ગયો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં તેમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતી વખતે હાર્દિક બેટિંગ અને બોલિંગ બંનેમાં ફ્લોપ રહ્યા હતા. હાર્દિકની કપ્તાનીમાં 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ 17મી સિઝનમાં તળિયે રહી હતી. હવે તેના અંગત જીવન વિશે પણ એક ચોંકાવનારી વાત સામે આવી રહી છે. ક્રિકેટના મેદાન બાદ હવે હાર્દિકના સાંસારિક જીવનમાં પણ હવે મુશ્કેલીઓ આવી રહી હોય તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક અને તેમની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું અને કદાચ બંને એકબીજાથી અલગ થવા જઈ રહ્યા છે.

Hardik Pandya and Natasa Divorce

ઈન્સ્ટાગ્રામ પરથી પંડ્યા સરનેમ હટાવી

નતાશા છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. હાર્દિકના IPL પ્રદર્શનને લઈને સર્બિયન મોડલ અને અભિનેત્રીને ઓનલાઈન ધમકી પણ આપવામાં આવી હતી. નતાશા અને હાર્દિક પંડ્યાના લગ્ન 31 મે 2020ના રોજ થયા હતા અને તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ તે જ વર્ષે 30 જુલાઈએ થયો હતો. હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે તેના ઈન્સ્ટાગ્રામ પરથી પંડ્યા સરનેમ હટાવી દીધી છે. આ કારણે સોશિયલ મીડિયા પર લોકો તેમના સંબંધોમાં તિરાડ હોવાની અટકળો લગાવી રહ્યા છે. જોકે, આ દંપતીએ હજુ સુધી આ અંગે કોઈ નક્કર જવાબ આપ્યો નથી.

hardik pandya and elli avram

બોલિવૂડ એક્ટ્રેસને ડેટ

હાર્દિક અને નતાશાના સંબંધો વચ્ચે તિરાડ પડી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે જેનું કારણ હાર્દિકનું બોલિવૂડ એક્ટ્રેસ એલી અવરામની નજીક જવાનું પણ સૂત્રો કહી રહ્યા છે. વાસ્તવમાં, એક સમય એવો હતો જ્યારે હાર્દિક અને એલી અવરામ એકબીજાને ડેટ કરતા હતા, પરંતુ પછીથી તેમના સંબંધો તૂટી ગયા. લગ્ન પહેલા હાર્દિક અને એલી અવરામ એકબીજાને ડેટ કરતા હતા. તેઓ ઘણી વખત સાથે પણ જોવા મળ્યા હતા. જોકે, તેમનો સંબંધ ખૂબ જ અલ્પજીવી હતો. તેમના સંબંધોમાં એવી તિરાડ પડી હતી કે બંને એકબીજા સાથે વાત પણ કરતા નહોતા.

આ પણ વાંચો – અમદાવાદમાં RCB ની હાર સાથે CSK નો આ ખેલાડી થવા લાગ્યો ટ્રોલ, જાણો શું છે કારણ

આ પણ વાંચો – હાર્દિક પંડ્યા પર BCCI એ લગાવ્યો પ્રતિબંધ, જાણો છેલ્લી મેચમાં શું કરી ભૂલ!