Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરતમાં યોજાનારા બાગેશ્વર સરકારના લોક દરબારમાં હાજરી આપશે સી.આર.પાટીલ

04:08 PM May 17, 2023 | Vipul Pandya
  • બાગેશ્વર સરકારનો લોકદરબાર
  • સુરતમાં યોજાનાર લોકદરબારમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ રહેશે હાજર
  • દક્ષિણ ગુજરાતના મોટા નેતાઓ લોક દરબારમાં હાજરી આપી શકે છે
  • ગુજરાતમાં બાગેશ્વર સરકાર ચર્ચાનો મુદ્દો બન્યો
  • સુરતના રોડ શો અને લોક દરબાર માં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા
  • ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ આવી શકે છે ભક્તો
સુરતમાં આગામી 26 અને 27 મે ના  રોજ યોજાનારા બાગેશ્વરધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના લોક દરબારમાં દક્ષિણ ગુજરાતના મોટા નેતાઓ પણ હાજર રહી શકે છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ આ લોક દરબારમાં હાજર રહે તેવી તમામ શક્યતા છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતની મુલાકાતે છે
બાગેશ્વરબાલાજી ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતની મુલાકાતે છે અને તેઓ રાજકોટ બાદ 26 અને 27 મેના રોજ સુરતમાં રેસકોર્સમાં યોજાનારા દિવ્ય દરબારમાં હાજરી આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતના આગમન પૂર્વે રાજકોટમાંથી વિરોધનો સુર ઉઠ્યો છે અને બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટના પુરસોત્તમ પીપરીયાએ તેમને પડકાર ફેંકી ડ્રગ્સ ક્યાંથી આવે છે તેની માહિતી આપવા જણાવ્યું છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર રહેશે
બાબા બાગેશ્વરધામનો સુરતમાં યોજાનાર લોક દરબારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર રહેશે તથા દક્ષિણ ગુજરાતના ઘણા મોટા નેતાઓ પણ હાજર રહેશે. સુરતના રોડ શો અને લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે. ખાસ કરીને ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ ભક્તો સુરત આવી શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે