+

CR Patil : નવસારીમાં CR પાટીલે કાર્યકર્તાઓને કહ્યું – રોજ સવારે સંકલ્પ કરો કે મારો જન્મ…

લોકસભા ચૂંટણી (Lok Sabha election) પ્રચારને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) આજે નવસારીની મુલાકાતે છે. નવસારીનાં સમરોલી (Samaroli) ખાતે યોજાયેલ બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં સી.આર.પાટીલે…

લોકસભા ચૂંટણી (Lok Sabha election) પ્રચારને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) આજે નવસારીની મુલાકાતે છે. નવસારીનાં સમરોલી (Samaroli) ખાતે યોજાયેલ બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં સી.આર.પાટીલે કહ્યું કે, 18 મીએ ફોર્મ ભરવા માટે આપણે બધા ભેગા થઇશું. તેમણે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, 2019 માં તમે લોકોએ દેશમાં સૌથી વધુ સરસાઈ મને અપાવી. આ તમારી મહેનતનાં કારણે જ થયું છે.

18 મીએ ફોર્મ ભરવા માટે આપણે બધા ભેગા થઇશું : CR પાટીલ

લોકસભા ચૂંટણીના પ્રચારને લઈ ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (CR Patil) આજે નવસારી (Navsari) ખાતે પહોંચ્યા હતા. અહીં, તેમણે સમરોલી ખાતે યોજાયેલ બુથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધતા સી.આર.પાટીલે કહ્યું કે, 18 મીએ ફોર્મ ભરવા માટે આપણે બધા ભેગા થઇશું. તેમણે કહ્યું કે, તમારી મહેનતનાં કારણે જ વર્ષ 2019 માં દેશમાં સૌથી વધુ સરસાઈ મને મળી હતી. ભારતીય જનતા પાર્ટીને કુલ 1 કરોડ 68 લાખ મત મળ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતમાં પેજ કમિટિના મૉડલને (page committee model) અપનાવી આપણે 156 બેઠકો જીત્યા હતા. ત્યારે હવે સમગ્ર દેશમાં ગુજરાતનાં પેજ કમિટિ મૉડલને અપનાવવામાં આવી રહ્યો છે.

‘આપણી નાની ભૂલ પણ ભારે પડી શકે છે’

સી.આર. પાટીલે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં (assembly elections) થોડા જ મત માટે આપણે 20 બેઠકો ગુમાવી હતી. તે પૈકીની ઘણી બેઠકો તો 500-1000 નાં અંતરેથી હાર્યા હતા. આથી હવે આપણે આવી ભૂલ કરવી નથી. આપણે સખત મહેનત કરવાની છે. આપણી નાની ભૂલ પણ ભારે પડી શકે છે. તેમણે કહ્યું કે, જ્યારેથી પ્રદેશ અધ્યક્ષ બન્યો ત્યારથી કાર્યકર્તાઓને કહેતો આવ્યું છે કે રોજ સવારે સંકલ્પ કરવો જોઈએ કે મારો જન્મ જીતવા માટે થયો છે. વિધાનસભામાં 156 બેઠકો આપણે જીત્યા. આ જીત પાછળ PM મોદીના (PM Narendra Modi) વિકાસકાર્યો પણ છે. મતદારોએ મોદી સાહેબના નામે ભરપૂર મત આપ્યા હતા. આ સાથે સી.આર.પાટીલે નવસારીમાં હવે એક પણ બૂથ શૂન્ય નહીં થાય. બધા જ બૂથ પ્લસ થવા જોઈએ તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો – Gujarat Congress : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા! હવે આ નેતાઓએ કર્યાં કેસરિયા

આ પણ વાંચો – Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા રાજકોટના રાજવી, જાણો શું કહ્યું ? જુઓ Video

આ પણ વાંચો – ક્ષત્રિય આંદોલન વચ્ચે ગધેથડના લાલબાપુ સાથે BJP ના બે વરિષ્ઠ નેતાઓની મુલાકાત

Whatsapp share
facebook twitter