+

CPI Retail Inflation Report: મોંઘવારી મહામારીમાં રાહતના સમાચાર, માર્ચમાં નોંધાયો ઘટાડો

CPI Retail Inflation Report: આ વર્ષે માર્ચમાં છૂટક મોંઘવારી (Retail Inflation) દર નવ મહિમાં 4.85 ટકાના નીચા સ્તરે પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી છૂટક મોંધવારી દર (Retail Inflation) માં ઘટાડો…

CPI Retail Inflation Report: આ વર્ષે માર્ચમાં છૂટક મોંઘવારી (Retail Inflation) દર નવ મહિમાં 4.85 ટકાના નીચા સ્તરે પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી છૂટક મોંધવારી દર (Retail Inflation) માં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં છૂટક મોંઘવારી દર (Retail Inflation) 5.09 ટકા નોંધાયો હતો.

  • CPI એ છૂટક મોંઘવારી દરના આંકડાઓ રજૂ કર્યા
  • Food ના ભાવમાં વધારો 8.37 ટકા
  • બિન ટકાઉ માલસામાનમાં ઘટાડો

RBI એ એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ 2024-25 માં છૂટક ફુગાવાનો દર (Retail Inflation) 5 ટકાથી નીચે રહેવાનો અંદાજ મૂક્યો છે. આગામી મહિનાઓમાં છૂટક મોંધવારી દર (Retail Inflation) માં વધુ પડતો ઘટાડો જોવા મળી શકે છે. જોકે, માર્ચમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવાનો દર (Retail Inflation) 8.52 ટકા હતો, જે ફેબ્રુઆરીના 8.66 ટકા કરતાં અંશત: ઓછો છે.

Food ના ભાવમાં વધારો 8.37 ટકા

CPI ના અહેવાલ મુજબ, ગયા વર્ષના માર્ચની સરખામણીમાં માત્ર ખાદ્યતેલ અને vegetables ના છૂટક ભાવમાં 11.72 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગયા વર્ષના માર્ચની સરખામણીએ માર્ચમાં vegetables ના ભાવમાં 28.34 ટકા, Egg ના ભાવમાં 10.33 ટકા, કઠોળના ભાવમાં 17.71 ટકા અને મસાલાના ભાવમાં 11.40 ટકાનો વધારો થયો છે. Food ના ભાવમાં વધારો 8.37 ટકા હતો.

બિન-ખાદ્ય વસ્તુઓ, કપડાં અને ફૂટવેરના છૂટક ભાવ (Retail Inflation) માં 2.97 ટકા, Health માં 4.34 ટકા અને પરિવહન અને સંદેશાવ્યવહારના ભાવમાં 1.52 ટકાનો વધારો થયો છે. પરંતુ ઇંધણ અને વીજળીના છૂટક ભાવ (Retail Inflation) માં ગયા વર્ષના માર્ચની સરખામણીમાં 3.24 ટકાનો ઘટાડો થયો છે.

ઔદ્યોગિક ઉત્પાદનમાં તેજી

ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 5.7 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન મેન્યુફેક્ચરિંગમાં 5 ટકાનો વધારો થયો હતો, જે અર્થતંત્રમાં માંગની મજબૂતાઈ દર્શાવે છે.

બિન ટકાઉ માલસામાનમાં ઘટાડો

આ વર્ષે ફેબ્રુઆરીમાં Mining ઉત્પાદનમાં 8 ટકા, Electricity માં 7.5 ટકા, પ્રાથમિક માલસામાનમાં 5.9 ટકા, મધ્યવર્તી માલસામાનમાં 9.5 ટકા, Infrastructure Goods માં 8.5 ટકા અને Consumer durables માં 12.3 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ઉપભોક્તા બિન-ટકાઉ માલમાં 3.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આ પણ વાંચો: Market Crash :USના કારણે ભારતીય શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટયો

Whatsapp share
facebook twitter