Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Covid 19 : દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ! 227 દિવસ પછી નોંધાયા સૌથી વધુ, 3ના મોત

07:42 PM Dec 31, 2023 | Vipul Sen

દેશમાં કોરોનાના (Covid 19) કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની (Union Ministry of Health) તાજેતરની રિપોર્ટ મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 841 કેસ નોંધાયા છે. આ આંકડા છેલ્લા 227 દિવસમાં સૌથી વધુ બતાવવામાં આવી રહ્યા છે.

એક્ટિવ કેસની સંખ્યા 4,300ને પાર

આ સંખ્યા સાથે દેશમાં કોરોનાના (Covid 19) એક્ટિવ કેસોની સંખ્યામાં વધીને 4,309 સુધી પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, સવારે 8 વાગ્યાની અપડેટ મુજબ, છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન કેરળ, કર્નાટક અને બિહારમાં એક એક વ્યક્તિની મોતના ત્રણ બનાવ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 134 કેસ નોંધાયા છે. બીજા ક્રમે કર્ણાટકમાં 131 કેસ નોંધાયા છે. આ પહેલા 19 મેના રોજ દેશમાં 865 નવા કેસ નોંધાયા હતા. જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં 5 ડિસેમ્બર સુધીમાં કોરોના કેસોમાં ઘટાડો થતા આંકડો બે અંકોમાં પહોંચ્યો હતો, પરંતુ કોરોનાના નવા વેરિયન્ટ JN.1 (JN.1 Corona New Variant) સામે આવતા અને ઠંડીમાં વધારો થતા કોરોના કેસોમાં વધારો થયો છે.

છેલ્લા 3 વર્ષમાં કોરોનાથી 5 લાખથી વધુના મોત

જણાવી દઈએ કે, જ્યારે કોરોના Covid 19 મહામારી ચરમસીમા પર હતી ત્યારે દૈનિક કેસોની સંખ્યા લાખોમાં હતી, જે 2020 ની શરૂઆતમાં શરૂ થઈ હતી અને ત્યારથી લગભગ ચાર વર્ષમાં દેશભરમાં 4.5 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં કોરોનાને કારણે 5.3 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. મંત્રાલયની વેબસાઇડ મુજબ, આ બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા 4 કરોડ 40 લાખથી વધુ છે. જ્યારે રાષ્ટ્રીય રિકવરી રેડ 98.81 ટકા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર, આ પહેલા શુક્રવારે દેશમાં કોરોનાના 743 નવા કેસ સામે આવ્યા હતા, જેમાં સાત લોકોના મોત થયા હતા. કેરળમાં 3, કર્ણાટકમાં 2, છત્તીસગઢ અને તમિલનાડુમાં એક-એક દર્દીના મોત થયા હતા.

ગુજરાતમાં નવા 9 કેસ નોંધાયા

ગુજરાતની વાત કરીએ તો કોરોનાના (Covid 19) નવા વેરિયન્સ JN.1 ના લીધે રાજ્યમાં મહામારીના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 9 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 21 કેસ નોંધાયા છે. શહેરના બોડકદેવ, નવરંગપુરા, નારણપુરા, શાહીબાગ, પાલડી, જોધપુર, ઘાટલોડિયા, દાણીલીમડા, મણિનગર, ભાઈપુરા, સરખેજ, વાસણા, ખોખરા અને ઈસનપુરમાં નવા કેસ નોંધાયા છે. માહિતી અનુસાર, નવા નોંધાયેલા કેસોમાં 8 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું સામે આવ્યું છે.

 

આ પણ વાંચો – જમ્મુ-કાશ્મીરની Tehreek-e-Hurriyat આતંકવાદી સંગઠન જાહેર