+

Court : સંજય સિંહને આ શરતો સાથે આપવામાં આવ્યા જામીન, હવે નહીં કરી શકે આ કામ…

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે (Court) આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ માટે જામીનની શરતો નક્કી કરી છે. જામીન માટે તેની પત્નીએ રૂ.2 લાખના અંગત બોન્ડ પર જામીન ભર્યા છે. જામીનની…

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે (Court) આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ માટે જામીનની શરતો નક્કી કરી છે. જામીન માટે તેની પત્નીએ રૂ.2 લાખના અંગત બોન્ડ પર જામીન ભર્યા છે. જામીનની શરતો મુજબ સંજય સિંહ તપાસમાં સહકાર આપશે અને તપાસ અધિકારીને પોતાનો મોબાઈલ નંબર આપશે.

આ સાથે સુપ્રીમ કોર્ટે (Court) કહ્યું કે તે દારૂ કૌભાંડ કેસમાં તેની ભૂમિકા અંગે કોઈ ટિપ્પણી કરશે નહીં. આ સાથે, ટ્રાયલ કોર્ટે (Court) સંજય સિંહ સમક્ષ એક શરત પણ મૂકી છે કે જો તે દિલ્હી NCR છોડે છે, તો તે IO સાથે તેની મુસાફરીનો કાર્યક્રમ શેર કરશે. તે પોતાનું લોકેશન શેરિંગ પણ ચાલુ રાખશે અને IO સાથે શેર કરશે.

રાઉઝ એવન્યુ કોર્ટે (Court) જામીનની શરતો નક્કી કરી…

આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે (Court) મંગળવારે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન આપ્યા હતા. આ જ આધાર પર આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે (Court) જામીનની શરતો નક્કી કરી છે.

4 ઓક્ટોબર 2023 ના રોજ સંજય સિંહની ધરપકડ…

ED એ લાંબી પૂછપરછ બાદ 4 ઓક્ટોબર 2023 ના રોજ સંજય સિંહની ધરપકડ કરી હતી. ED ની ચાર્જશીટમાં સંજય સિંહ પર 82 લાખ રૂપિયાનું દાન લેવાનો આરોપ હતો. તેના આધારે ED ની ટીમ સંજય સિંહના ઘરે પહોંચી અને લગભગ 10 કલાકની પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી.

આ પણ વાંચો : Tihar Jail : આતિશીનો દાવો- કેજરીવાલનું વજન 4.5 કિલો ઘટ્યું, તિહારના તબીબોએ કહ્યું બધું બરાબર છે…

આ પણ વાંચો : Shushil Modi : લોકસભા ચૂંટણીમાં નહીં જોવા મળે સુશીલ મોદી, ટ્વીટ કરીને કહ્યું- મેં પીએમ મોદીને કહ્યું છે…

આ પણ વાંચો : UP : કોન્સ્ટેબલની ભરતી પેપર લીક કેસમાં STF ને મળી મોટી સફળતા, મુખ્ય આરોપીની ધરપકડ…

 

Whatsapp share
facebook twitter