+

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR કરવા કોર્ટે આપ્યો આદેશ, જાણો સમગ્ર વિગત

નિર્મલા સીતારમણ સામે વસૂલીનો આરોપ લગાવાયો ચૂંટણી બોન્ડથી બળજબરીપૂર્વક વસૂલીનો આરોપ તિલકનગર પોલીસમાં નાણામંત્રી સામે થશે ફરિયાદ 2018માં કેન્દ્ર ચૂંટણી બોન્ડ યોજના જાહેર કરી હતી સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજના…
  • નિર્મલા સીતારમણ સામે વસૂલીનો આરોપ લગાવાયો
  • ચૂંટણી બોન્ડથી બળજબરીપૂર્વક વસૂલીનો આરોપ
  • તિલકનગર પોલીસમાં નાણામંત્રી સામે થશે ફરિયાદ
  • 2018માં કેન્દ્ર ચૂંટણી બોન્ડ યોજના જાહેર કરી હતી
  • સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજના બંધ કરી દીધી છે

બેંગલુરુની એક કોર્ટે (Bengaluru court) કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ (FIR against Union Minister Nirmala Sitharaman) વિરુદ્ધ ખંડણીના આરોપમાં FIR નોંધવાનો આદેશ આપ્યો છે. બેંગલુરુમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતે આ FIR નોંધવાનો આદેશ આપ્યો છે.

નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમની સામે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા વસૂલીનો આરોપ લગાવવામાં આવ્યો છે. બેંગલુરુમાં એક વિશેષ લોક અદાલતે આ ફરિયાદની સુનાવણી દરમિયાન નાણાંમંત્રી અને અન્ય કેટલાક નેતાઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. જણાવી દઇએ કે, જનઅધિકાર સંઘર્ષ પરિષદ (JSP)ના સહ-અધ્યક્ષ આદર્શ અય્યરે બેંગલુરુમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ સામે પગલાં લેવા માટે નિર્દેશોની માંગ કરી હતી. તેમણે ફરિયાદ કરી હતી કે ચૂંટણી બોન્ડ દ્વારા ધાકધમકી દ્વારા વસૂલી કરવામાં આવી હતી. અરજીની સુનાવણી કરતા કોર્ટે બેંગલુરુના તિલક નગર પોલીસ સ્ટેશનને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા વસૂલીના મામલામાં FIR નોંધવાનો આદેશ આપ્યો છે. ACMM કોર્ટે આદેશ જારી કર્યો છે અને ફરિયાદની નકલ અને રેકોર્ડ પોલીસ સ્ટેશનમાં મોકલવાનો નિર્દેશ આપ્યો છે. FIR પેન્ડિંગ હોવાને કારણે સુનાવણી 10 તારીખ સુધી મુલતવી રાખવામાં આવી છે.

SC એ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ રદ્દ કરી હતી

કેન્દ્રએ 2018માં ચૂંટણી બોન્ડ યોજના શરૂ કરી હતી. તેનો હેતુ રાજકીય પક્ષો માટે આપવામાં આવતા રોકડ દાનની જગ્યા લેવાનો હતો. જેથી રાજકીય ભંડોળમાં પારદર્શિતા સુધારી શકાય. નોંધનીય છે કે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને ફંડ આપવામાં આવતું હતું પરંતુ તેનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો. જો કે આ પછી સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણી પહેલા ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી. આને લઈને વિપક્ષોએ દેશભરમાં મોટા પાયે હંગામો અને દેખાવો કર્યા હતા. વિપક્ષે આ યોજનાને લઈને PM મોદી અને ભાજપને જોરદાર રીતે ઘેર્યા હતા.

આ પણ વાંચો:   છેલ્લા એક દાયકામાં 53.13 કરોડ જનધન ખાતા ખોલાયા, નવા વર્ષમાં 3 કરોડથી વધુનો લક્ષ્યાંક : નાણામંત્રી નિર્મલા સીતારમણ

Whatsapp share
facebook twitter