Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ત્રણ માર્ચ સુધી નવાબ મલિક EDની કસ્ટડીમાં, આવતી કાલે મહારાષ્ટ્ર સરકારના નેતાઓનું પ્રદર્શન

07:42 AM Apr 23, 2023 | Vipul Pandya

ED દ્વારા દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. જે પહેલા તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેમને નવાબ મલિકને પહેલા મેડિકલ તપાસ માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટ દ્વારા તેમના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

3 માર્ચ સુધી રિમાન્ડ પર
કોર્ટમાં સુનવણી દરમિયાન ED દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જો કે કોર્ટ દ્વારા આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. એટલે કે હવે ત્રણ માર્ચ સુધી નવાબ મલિક EDની કસ્ટડીમાં રહેશે. કોર્ટમાં નવાબ મલિકના વકીલે અરજી કરી હતી કે મલિકને દવા અને ઘરનું ભોજન આપવામાં આવે. જે વાતની કોરટે મંજૂરી પણ આપી છે. PMLA કોર્ટમાં નવાબ મલિકે કહ્યું કે  EDના અધિકારીઓ સવારે મારા ઘરે આવ્યા અને મને ED ઓફિસ લઈ ગયા. આ પછી મારી અટકાયત કરવામાં આવી અને મારું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેણે મને તેમની ઓફિસમાં સમન્સની નકલ આપી અને તેના પર સહી કરવાનું કહ્યું.
તો આ તરફ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે ED સમક્ષ કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ડી ગેંગના એક સભ્યએ નવાબ મલિકના પરિવાર અને તેના દ્વારા નિયંત્રિત કંપની મારફત 200 કરોડ રૂપિયાની મિલકતો ખરીદી હતી.

‘ને ડરેંગે, ન ઝુકેંગે’
ધરપકડ થયા બાદ નવાબ મલિકે ટ્વિટર પર લખ્યું છે, ‘ના ડરેંગે ના ઝુકેંગે, 2024 માટે તૈયાર રહો’. તો આ તરફ જ્યારે નવાબ મલિકને આઠ દિવસના રિમાન્ડમાં મોકલવામાં આવ્યા ત્યારે તેમની ઓફિસ દ્વારા પણ ટ્વિટ કરવામાં આવ્યું કે ‘કુછ હી દેર કી ખામોશી હૈ ફિર શોર આયેગા…તુમ્હારા તો સિર્ફ વક્ત આયેગા હમારા દૌર આયેગા’
શરદ પવારના ઘરે બેઠક
નવાબ મલિક સાથે થેયેલી પૂછપરછ અંગે મહારાષ્ટ્ર સરકારે સવાલો ઉઠાવ્યા હતા. તો આ તરફ અન્ય એનસીપી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારબાદ આ અંગે એનસીપી સુપ્રીમો શરદ પવારના ઘરે એક બેઠક પણ મળી હતી. જેમાં અજિત પવાર, છગન ભુજબળ, હસન મુશ્રીફ, દિલીપ પાટીલ અને રાજેશ ટોપે સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ એનસીપી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે તેઓ નવાબ મલિકનું રાજીનામુ નહીં લે પરંતુ આવતી કાલે મહા વિકાસ અઘાાડી ગઠબંધનના નેતાઓ ઇડીની આ કાર્યવાાહીનો વિરોધ કરશે.