Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gondal માર્કેટ યાર્ડમાં બે દિવસથી કપાસ, મગફળીની હરાજી બંધ, કમીશન વધારાની માંગને લઈને વિવાદ

03:38 PM Aug 04, 2023 | Viral Joshi

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

સૌરાષ્ટ્રના ખેડૂતોનું તીર્થધામ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં બે દિવસથી કપાસ અને મગફળીની હરાજી બંધ છે. નોંધનિય છે કે, ઘણા વર્ષોથી અહીં કમિશન એજન્ટો કમિશન વધારવાની માંગ કરી રહ્યા છે આ વિવાદના પગલે બે ત્રણ દિવસથી કપાસ મગફળીની હરાજી બંધ છે. ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે. બે દિવસ પહેલા જ સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનની જનરલ બેઠક ગોંડલ ખાતે મળી હતી.જેમા હોદ્દેદારો ની વરણી સાથે વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા થઈ હતી.

કમીશન વધારાની માંગ

હાલમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં કમીશન એજન્ટોની કપાસ-મગફળીમાં 1% કમીશન સામે 1.25% કમીશન આપવાની માંગ હોવાની વિગતો સામે આવી છે. તો બીજી તરફ ઓઈલમીલર, વેપારીઓની મગફળીના ઢગલા કરીને જોખવાની પણ માંગ કરતા હોવાનું જાણવા મળ્યું છે. બે-ત્રણ દિવસથી કપાસ-મગફળીની હરાજી બંધ રહેતા યાર્ડ સત્તાધીશોએ કમીશન એજન્ટોની મિટીંગો બોલાવીને મામલો થાળે પાડવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે. પરંતુ કમીશન એજન્ટોના કમીશન વધારાની માંગનો વિરોધ થઈ રહ્યો છે.

કેવી રીતે ઉદ્ભવ્યો વિવાદ?

સોશિયલ મિડીયામાં પણ કમીશન વધારાની માંગના વિરોધના મેસેજ વાયરલ થઈ રહ્યા છે.ત્યારે આવા મેસેજમાં ખેડૂતોને નુકસાની થવાનો પણ શૂર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ગુજરાતના બધા જ એપીએમસીઓમાં લેવામાં આવતું એજન્ટોનું એ સવા ટકા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1% લેવાતું હતું જ્યારે દલાલ મંડળની માગણી અનુસાર ટકાવારી વધારવામાં આવતા વિવાદ ઉદ્ભવ્યો હતો.

ક્યારે આવશે ઉકેલ?

જેના પરિણામે બે દિવસથી કપાસ અને મગફળીની હરરાજી બંધ રહી ત્યારે આ બાબતે દલાલ અને વેપારીઓ વચ્ચે માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા વાટાઘાટો કરવામાં આવી રહી છે અને એકાદ દિવસમાં એ બધું ક્લિયર થઈ જશે અને સોમવારથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની હરરાજી રાબેતા મુજબ ચાલુ થઈ જશે. અત્યાર સુધી ગોંડલ માર્કેટીંગ યાર્ડ એક જ એવું હતું કે ત્યાં એક ટકો કમિશન હતું જે મગફળી અને કપાસમાં પછી આજુબાજુમાં જેતપુર હોય રાજકોટ હોય એ માર્કેટિંગ યાર્ડમાં સવા ટકા કમિશન હતું એટલે દલાલ મંડળ ની માંગણીના આધારે સવા ટકા કમિશન થતા એપીએમસીમાં હરાજી બે દિવસ થી બંધ થવા પામી હતી અને સોમવારથી રેગ્યુલર ચાલુ થઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : યુવકને જાહેરમાં માર મારનારા શખ્સોને પોલીસે ઉઠબેસ કરાવી કાયદાનું ભાન કરાવ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.