+

corruption index 2023: વિશ્વના સૌથી વધુ અને ઓછા ભ્રષ્ટ દેશોની યાદી જાહેર કરવામાં આવી

corruption index 2023: વિશ્વના સૌથી ભ્રષ્ટ અને સૌથી ઓછા ભ્રષ્ટ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. 180 દેશોની યાદીમાં સોમાલિયા, સીરિયા, યમન એવા દેશોમાં સામેલ છે. જ્યાં ભ્રષ્ટાચાર સૌથી વધુ…

corruption index 2023: વિશ્વના સૌથી ભ્રષ્ટ અને સૌથી ઓછા ભ્રષ્ટ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. 180 દેશોની યાદીમાં સોમાલિયા, સીરિયા, યમન એવા દેશોમાં સામેલ છે. જ્યાં ભ્રષ્ટાચાર સૌથી વધુ છે. તે જ સમયે, ડેનમાર્ક, ન્યુઝીલેન્ડ અને ફિનલેન્ડ એવા દેશોમાં સામેલ છે. જ્યાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર છે. ભારત પર નજર કરીએ તો 8 સ્થાનનો ઘટાડો થયો હતો અને તે 93 માં સ્થાને પહોંચ્યો હતો.

  • દેશ કેટલો ભ્રષ્ટ છે તે કેવી રીતે નક્કી થાય છે ?
  • શું છે દુનિયાના દેશોની હાલત ?
  • કઈ વસ્તુઓ corruption તરીકે ગણવામાં આવે છે ?

દેશ કેટલો ભ્રષ્ટ છે તે કેવી રીતે નક્કી થાય છે ?

transparency international corruption index એ એક આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંસ્થા છે. જેનું મુખ્ય મથક બર્લિન, જર્મનીમાં છે. દર વર્ષે સંસ્થા corruption perception index બહાર પાડે છે. જેમાં વિશ્વભરના દેશોમાં ભ્રષ્ટાચારની સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઈન્ડેક્સ દુનિયાભરના દેશોમાં ભ્રષ્ટાચારનું સ્તર દર્શાવે છે.

આ સંસ્થામાં દેશમાં ભ્રષ્ટાચાર શોધવા માટે 3 પ્રકારના ડેટાનો સમાવેશ થાય છે. જે 13 વિવિધ સર્વેક્ષણો અને સંસ્થાઓમાંથી એકત્ર કરવામાં આવે છે. આમાં World bank અને world economic forum જેવી સંસ્થાઓ સામેલ છે. આ સિવાય વિવિધ દેશોના નિષ્ણાતો અને ઉદ્યોગપતિઓ સાથે પણ વાત કરવામાં આવે છે. આ વિવિધ ભાગોમાંથી આવતા ડેટાની ગણતરી કરવામાં આવે છે.

શું છે દુનિયાના દેશોની હાલત ?

Index માં જેટલો ઊંચો રેન્ક, તે દેશ તેટલો વધુ ભ્રષ્ટ માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, Finland Rank 1 છે, જેનો અર્થ છે કે તે વિશ્વમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવે છે. તો સોમાલિયા 180 માં સ્થાને છે. મતલબ કે અહીં મહત્તમ ભ્રષ્ટાચાર છે. 180 દેશોની યાદીમાં બે તૃતીયાંશથી વધુ એવા દેશો છે જ્યાં સ્થિતિ સારી નથી. ભારત 93 મા અને પાકિસ્તાન 133 મા ક્રમે છે.

કઈ વસ્તુઓ corruption તરીકે ગણવામાં આવે છે ?

ભ્રષ્ટાચારનો અર્થ માત્ર લાંચ આપવાનો નથી. આ ઈન્ડેક્સ બનાવતી વખતે ઘણી બાબતોને corruption નો ભાગ ગણવામાં આવે છે. જેમ કે જાહેર ભંડોળનો દુરુપયોગ, જાહેર ઓફિસનો અંગત ઉપયોગ, જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારમાં વધારો, જાહેર ક્ષેત્રમાં આવા નિયમોનો અમલ જે corruption ને પ્રોત્સાહન આપે, સિવિલ સર્વિસમાં સંબંધીઓની નિમણૂક, corruption ના કેસ દાખલ કરવા, સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી. આ સિવાય આવા ઘણા મામલાઓના આધારે યાદી તૈયાર કરવામાં આવી છે. જેની સીધી અસર જનતા પર પડી રહી છે.

આ પણ વાંચો: Imran Khan : ચૂંટણી પહેલા ઈમરાન ખાનની મુશ્કેલીમાં વધારો ,તોશાખાના કેસમાં દોષી જાહેર

Whatsapp share
facebook twitter