Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Sabar Dairy Election : શામળ પટેલના કૌંભાડોથી સહકારી રાજકારણમાં હોબાળો

04:04 PM Feb 24, 2024 | Vipul Pandya

Sabar Dairy Election : આગામી તા.10 માર્ચના રોજ સાબર ડેરી (Sabar Dairy Election) ની ચૂંટણી યોજાનાર છે. જેમાં ચેરમેન શામળભાઈ બાલાભાઈ પટેલે બાયડ-1 માં ઉમેદવારી કરી છે.તેઓની સામે બાબુભાઈ મથુરભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. જો કે ચૂંટણી પહેલાં જ શામળ પટેલના અનેક કારનામા બહાર આવ્યા છે. શામળ પટેલ કૌંભાડી હોવાના આરોપ લાગ્યા છે. તેઓ ડેરીમાંથી સીધો નફો મેળવતા હોવાનો આરોપ લાગી રહ્યો છે. શામળ પટેલ સામે કૌંભાડના આરોપોથી ચૂંટણી પૂર્વે જ ભારે હોબાળો મચી ગયો છે. અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લાના 6 લાખથી વધુ પશુપાલકોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

સાબર ડેરીની ચૂંટણી પૂર્વે વિવાદનો વંટોળ
ચેરમેન શામળ પટેલ સામે ચોંકાવનારા આરોપ
નિયામક મંડળની ચૂંટણીમાં શામળ પટેલે નોંધાવી છે ઉમેદવારી
સામે ઉમેદવારી નોંધાવનારા બાબુ પટેલે નોંધાવ્યો વિરોધ
ચેરમેન શામળ પટેલે ડેરીનો કાયદો તોડ્યાનો આરોપ
ડેરીમાંથી સીધો નફો મેળવવામાં આવતો હોવાનો આરોપ
પુત્રવધુ અને ભત્રીજાની અંકલેશ્વરમાં ફેક્ટરી હોવાનો દાવો
ફેક્ટરીમાંથી દવાઓ ડેરીમાં મોકલાતી હોવાનો આરોપ
આગામી 10મી માર્ચે ચૂંટણી યોજાય તે પહેલાં હોબાળો
સંખ્યાબંધ આરોપોને લીધે સાબરકાંઠા-અરવલ્લીમાં ચકચાર

શામળભાઈ પટેલનું ફોર્મ રદ્દ કરવાની માંગ

શામળ પટેલ સામે થયેલા સંખ્યાબંધ આરોપો બાદ ફોર્મ ચકાસણી દરમ્યાન બાબુભાઈ પટેલે વાંધો રજુ કરીને શામળભાઈ પટેલનું ફોર્મ રદ્દ કરવાની માંગણી કરી હતી.ચૂંટણી અધિકારીને લેખિત રજુઆત કરીને જણાવ્યું હતું કે ઉમેદવારી પત્ર ભરનાર શામળભાઈ બાલાભાઈ પટેલના પુત્રવધુ અને ભત્રીજા અંકલેશ્વરમાં ફેક્ટરી ધરાવે છે. પશુઓ માટેની દવાઓ સાબર ડેરીમાં સપ્લાય કરે છે.

ઉમેદવાર દ્વારા ડેરીમાંથી સીધો નફો મેળવવામાં આવતો

 આરોપ છે કે જેમાં શામળભાઈ પટેલની પુત્રવધુ અને ભત્રીજા કે જેઓ અંકલેશ્વર ખાતે સીટીઝન રેમેડીઝ નામની કંપની ચલાવે છે. જેને કારણે સાબર ડેરીના પેટા કાયદા મુજબ કોઈપણ ડીરેક્ટર કે તેમનો પરીવાર સંસ્થામાંથી સીધો કે આડકતરો લાભ મેળવી શકે નહિ.આમ ઉપરોક્ત કારણોસર તેમનું ફોર્મ રદ્દ કરવાની માંગણી કરતાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

આ મામલે ફરીયાદી હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકે છે

વાંધા–વિરોધના પગલે સોમવારે ચિત્ર સ્પષ્ટ થશે. શામળ પટેલ સામે ભુતકાળમાં પણ ભ્રષ્ટાચારના અનેક આરોપો લાગેલા છે. સરકારનું પ્રેશર નહીં આવે તો લગભગ શામળભાઈનું ફોર્મ રદ થવાની પુરી શક્યતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.જો ચૂંટણી અધિકારી દ્વારા શામળભાઈ બાલાભાઈ પટેલનું ફોર્મ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવશે. તો તેઓને હાથે કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ સર્જાશે અને સાબર ડેરીમાં તેમનું મીંડું વળી જાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. તે ઉપરાંત આ મામલે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી શકાશે.

મોટાભાગના ઉમેદવારોને માથે તલવાર

બીજી તરફ સાબર ડેરીની ચૂંટણી ઉમેદવારી પત્રોનો મામલો પણ ગુંચવાયો છે. ઉમેદવારી પત્ર અંગેના વાંધા તથા આખરી મતદાર યાદી સોમવારે પ્રસિદ્ધ થશે અને તમામ ઉમેદવારો દ્વિધામાં છે. 132 ઉમેદવારો પૈકી મોટાભાગના ઉમેદવારોને માથે તલવાર લટકી રહી છે.

આ પણ વાંચો—–SABAR DAIRY ELECTION UPDATE: સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં વધુ એક આવ્યું વિઘ્ન

ઇનપુટ—-યશ ઉપાધ્યાય , હિંમતનગર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ