Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદમાં વિદેશથી આવેલા ભારતીયો દ્વારા કોરોના થયો સક્રિય

07:00 PM Dec 20, 2023 | Aviraj Bagda

દેશમાં કોરોના ફરી એક વખત પગ પસારી રહ્યો છે. આ સમયગાળામાં કોરોનાનો નવો સબ-વેરિયન્ટ JN.1 લોકોમાં જોવા મળી રહ્યો છે. દેશમાં સૌ પ્રથમ કેરળમાં આ નવા સબ-વેરિયન્ટનો કેસ સામે આવ્યો હતો. જો કે આ કેસ એક વૃદ્ધ મહિલામાં જોવા મળ્યો હતો.

ગુજરાતમાં કોરોના ફરી થશે સક્રિય

ગુજરાતમાં કોરોના વાયરસે ફરી સક્રિય થયો છે જેના પગલે સમગ્ર રાજ્યમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે આ ચેનના સકંજામાં ગુજરાત આવતા જોવા મળી રહ્યું છે. કારણ કે હાલના સમયમાં ગુજરાતની અંદર એક સાથે કેસના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના અંતર્ગત અમદાવાદમાં 7 એક્ટિવ પોઝિટિવ કેસ છે. જો કે આ 7 સંક્રમિત વ્યક્તિઓમાંથી 5 વ્યક્તિઓ વિદેશ પ્રવાસ કરીને પરત આવેલા હતા.

તેમાંથી 3 પુરુષ અને 4 મહિલાઓ છે. તે ઉપરાંત તમામ દર્દીઓ અમદાવાદના રહેવાસી છે. હાલમાં, તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા અને જીનોમ સિક્વસન્સ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. આ રિપોર્ટ 28 ડિસેમ્બર સુધીમાં રાજ્યની સામે આવી જશે તેવું અનુંમાન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: દુનિયામાં વધી રહેલા કોરોનાના કેસની તુલનામાં દેશમાં ઓછા : ઋષિકેશ