+

કોરોનાની નાકની રસી અંદાજે 1 હજાર રુપિયામાં મળશે, જાણો તમામ માહિતી

નાક દ્વારા હવે કોરોનાની iNCOVACC વેક્સિન અપાશેકોવિન પોર્ટલ પર લિસ્ટેડ કરવા સરકારની મંજૂરીબૂસ્ટર ડોઝ માટે  માત્ર બે ટીંપા નાકમાં નખાશેઆ રસીથી લોકોએ ગભરાવાની જરુર નથીરસીનો ભાવ 800 રુ+ 5 % GSTપ્રાઇવેટ હોસ્પિટલમાં 150 રુપિયા સુધી લેવાઇ શકે અલગ ચાર્જકુલ 1 હજાર રુપિયામાં મળશે નેસલ વેક્સિન ભારત સરકાર કોરોના (Corona) વાયરસને લઈને એલર્ટ પર છે. સરકારે ગયા અઠવાડિયે નાકની રસી (Nasal vaccine) મંજૂર કરી હતી. હવે ટૂંક à
  • નાક દ્વારા હવે કોરોનાની iNCOVACC વેક્સિન અપાશે
  • કોવિન પોર્ટલ પર લિસ્ટેડ કરવા સરકારની મંજૂરી
  • બૂસ્ટર ડોઝ માટે  માત્ર બે ટીંપા નાકમાં નખાશે
  • આ રસીથી લોકોએ ગભરાવાની જરુર નથી
  • રસીનો ભાવ 800 રુ+ 5 % GST
  • પ્રાઇવેટ હોસ્પિટલમાં 150 રુપિયા સુધી લેવાઇ શકે અલગ ચાર્જ
  • કુલ 1 હજાર રુપિયામાં મળશે નેસલ વેક્સિન 
ભારત સરકાર કોરોના (Corona) વાયરસને લઈને એલર્ટ પર છે. સરકારે ગયા અઠવાડિયે નાકની રસી (Nasal vaccine) મંજૂર કરી હતી. હવે ટૂંક સમયમાં રસી ઉપલબ્ધ થશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નાકની રસીની કિંમત એક હજાર રૂપિયા હોઈ શકે છે. જેમાં રસીની કિંમત રૂ.800 થશે. 5 ટકા GST અને હોસ્પિટલ ચાર્જ સહિત, તે 1000 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
iNCOVACC ને મંજૂરી
ભારત બાયોટેકની ઇન્ટ્રાનાસલ રસી iNCOVACC ને ગયા અઠવાડિયે જ કોરોના રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી હતી. હવે જાણવા મળ્યું છે કે રસીની કિંમત 800 રૂપિયા હશે અને તેના પર 5 ટકા GST વસૂલવામાં આવશે. કોવિન પોર્ટલ પર લિસ્ટેડ કરવા સરકારની મંજૂરી
જાન્યુઆરીના અંત સુધીમાં ઉપલબ્ધ થશે
ઇન્ટ્રાનાસલ રસી અગાઉ કોવેક્સિન અથવા કોવિશિલ્ડ સાથે સંપૂર્ણ રસી મેળવનારા લોકો માટે બૂસ્ટર શૉટ તરીકે મંજૂર કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, જાન્યુઆરીના અંત સુધીમાં તે એવા લોકો માટે ઉપલબ્ધ થશે જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે.

હોસ્પિટલ ચાર્જ 150 રૂપિયા સુધી હોઈ શકે 
રિપોર્ટ અનુસાર, ખાનગી હોસ્પિટલોને કોરોના વેક્સીનના દરેક ડોઝ માટે 150 રૂપિયા સુધી ચાર્જ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ રકમ ઉમેરીને નાકની રસીની કિંમત 1000 રૂપિયા થઈ શકે છે. નાકની રસી સેન્ટ લુઇસમાં વોશિંગ્ટન યુનિવર્સિટીની લાયસન્સ ટેકનોલોજી પર વિકસાવવામાં આવી છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 157 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,77,459 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 3,421 થઈ ગઈ છે. એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જેના પછી મૃતકોની સંખ્યા વધીને 5,30,696 થઈ ગઈ છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.80 ટકા છે. દૈનિક ચેપ દર 0.32 ટકા છે, જ્યારે સાપ્તાહિક ચેપ દર 0.18 ટકા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter