Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Covid 19 Cases in India: શિયાળાના સહારે કોરોના બન્યો શક્તિમાન, દેશમાં 24 કલાકોમાં 166 નવા કેસ

05:53 PM Dec 10, 2023 | Aviraj Bagda

કોરોના વાયરસનું શિયાળા સાથે આગમન

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે શિયાળાના આગમન સાથે ભારતમાં ફરીથી તેની અસર બતાવવાનું શરૂ કર્યુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 સંક્રમિત કેસોની સંખ્યા 166 નોંધાઈ છે, જે પછી કોરોના અસરગ્રસ્ત કેસની સંખ્યા વધીને 895 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. તેના અંતર્ગત કેરળમાંથી સૌથી વધુ કેસ નોંધાયા છે.

તે ઉપરાંત નિષ્ણાતોના મતે શિયાળાની ઋતુમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધવાની સાથે લોકોમાં ઉધરસ, શરદી અને ન્યુમોનિયા જેવા રોગો પણ ઝડપથી વધવા લાગે છે. તેથી આવા સંજોગોમાં લોકોએ સાવચેતીનાં પગલાં લેવાની જરૂર છે.

દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ 98.81 ટકા છે

એક અહેવાલ અનુસાર, આશરે દૈનિક ધોરણે સરેરાશ કેસની સંખ્યા 100 નોંધાઈ છે, જો કે કોરોના મહામારી બાદ ભારતમાં 24 જુલાઈ 2023ના રોજ સૌથી ઓછો કેસ 24 નોંધાયા હતાં. તેની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં COVID-19 કેસની કુલ સંખ્યા 4.44 કરોડ પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 5.33 લાખ નોંધાયો છે. તેના અંતર્ગત મૃત્યુદર 1.19 ટકા અને રાષ્ટ્રીય રિકવરી રેટની વાત કરીએ તો તે 98.81 ટકા છે.

તો બીજી તરફ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં COVID-19 રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. હાલનાં સમયગાળામાં આરોગ્ય મંત્રાલય દ્વારા સંપૂર્ણ રીતે સતર્કતા જાહેર કરવામાં આવી છે. તેની સાથે કોરોના સંભવિત વધારાને રોકવા માટે સલામતી પ્રોટોકોલ તેમજ મજબૂત રસીકરણ ઝુંબેશનું પાલન મહત્વપૂર્ણ કરવું જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ઈન્ડિયા એલાયન્સ આગામી 7-8 દિવસોમાં કરી શકે છે બેઠક, શિટ શેયરિંગ જેવા મુદ્દાઓ પર કરશે ચર્ચા