Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, 300 યૂનિટ સુધી ફ્રી વીજળી અને 500 રૂપિયામાં રાંધણ ગેસ સિલિન્ડરનો આપ્યો વાયદો

10:26 AM Apr 23, 2023 | Vipul Pandya

આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેનો મેનીફેસ્ટો જાહેર કરી દીધો છે.. કોંગ્રેસના મેનીફેસ્ટોમાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. કોંગ્રેસે તેના મેનીફેસ્ટોમાં 300 યુનિટ સુધી વીજળીની ફ્રી આપવાની જાહેરાત કરી છે તો રાંધણગેસનો સિલિન્ડર 500 રૂપિયામાં આપવાનો પણ વાયદો કર્યો છે. ચાલો નજર કરીએ કોંગ્રેસના મેનીફેસ્ટોની ખાસ વાતો પર  
 
       કોંગ્રેસનું જન ઘોષણા પત્ર 2022 
500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે 
નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં 20 ટકાનો ઘટાડો 
તમામ નદીઓની સાફ સફાઇ કરવામાં આવશે 
સ્કૂલ ફીમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવશે 
 300 યુનિટ સુધીની ફ્રી વીજળી આપવામાં આવશે 
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ પર રોક લગાવાશે 
દુધ ઉત્પાદકોને પ્રતિ લિટર 5 રૂપિયાની સબ્સિડી 
સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુદ થશે 
છેલ્લા 27 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારો વિરુદ્ધ કાયદો લવાશે 
ગુનેગારો ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલાશે 
દીકરીઓ માટે કેજી થી પીજી સુધીનું શિક્ષણ મફત
કામદારોના પ્રશ્નોના ઉકેલ લવાશે 
જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે 
માછીમારોનું ત્રણ લાખ સુધીનું દેવુ માફ કરાશે 
નાગરિકોને દસ લાખ સુધીની સારવાર મફત અપાશે 
10 લાખ જેટલી સરકારી નોકરીઓ પર ભરતી કરાશે 
50 ટકા નોકરીઓ પર મહિલાઓને અધિકાર અપાશે 
અંગ્રેજી માધ્યમની 3 હજાર જેટલી શાળાઓ શરૂ કરાશે 
સૈન્ય એકેડમી શરૂ કરવામાં આવશે 
રાજ્યને પ્રદુષણ મુક્ત કરવાનો એકશન પ્લાન બનાવાશે 
મોટેરા સ્ટેડિયમનું નામ ફરી સરદાર વલ્લભભાઇ સ્ટેડિયમ કરાશે 
પેપર ફૂટતા અટકાવવા કાયદો લવાશે 
કોરોના મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયા વળતર 
આઠ મહાનગરોમાં મહિલાઓને રાહતદરે મુસાફરીનો લાભ અપાશે 
શ્રમિકોને સમાન કામ,સમાન વેતનનો લાભ મળશે 
જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે 
ખેડૂતોને 10 કલાક સુધી ફ્રી વીજળી અપાશે 
બેરોજગાર યુવાનોને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થુ અપાશે 
ગરીબ નાગરિકોને ઘરના ઘરનો વાયદો 
 
આ ઉપરાંત કોંગ્રેસે જનતા મેડિકલ સ્ટોર્સની ચેઇન ઉભી કરવાનો અને ખેત પેદાશોનો પોષણક્ષમ ભાવ માટે  ભાવ નિર્ધારણ સમિતિની રચના કરવાનો પણ વાયદો કર્યો છે. 
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.