Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જૂનાગઢમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો, અમિત ચાવડાએ સાધ્યું ભાજપ પર નિશાન

08:39 PM May 27, 2023 | Vishal Dave

અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ 

જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજાયો હતો, 1 લી મે રાજ્યના સ્થાપના દિવસથી શરૂ થયેલો પ્રદેશ કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ દરેક જીલ્લા અને તાલુકા મથકે કરવામાં આવી રહ્યો છે તે અંતર્ગત જૂનાગઢમાં કોંગ્રેસ નેતા અમીત ચાવડાની અધ્યક્ષતામાં જનમંચ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકો દ્વારા સમસ્યા અંગે રજુઆતો કરવામાં આવી હતી, ખેતી, પાણી, રસ્તા, મોંઘવારી સહિતના પ્રશ્નો લોકોએ રજૂ કર્યા હતા, લોકોના પ્રશ્નો સાંભળીને કોંગ્રેસ દ્વારા આ પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરવામાં આવશે, કાર્યક્રમમાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોષી, બાબુભાઈ વાજા, ઋત્વીજભાઈ મકવાણા, હિરાભાઈ જોટવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ ખાતે યોજાયેલા કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં અમિતભાઈ ચાવડાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે લોકો ટેક્ષ ભરે છે છતાં પ્રાથમિક સુવિધાઓ નથી મળતી, પાણી ન મળે પણ દારૂ મળે છે, ખનન માફીયા બેફામ ખનન કરી રહ્યા છે પ્રદુષિત પાણી થી ખેડૂતો પરેશાન છે, ખેડૂતોને વિમો નથી મળતો, સરકારે કપાસની આયાતને મંજૂરી આપતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, સ્થાનિક યુવાનોને રોજગારી નથી અને કોન્ટ્રાક્ટ પ્રથાને કારણે શોષણ થઈ રહ્યું છે શિક્ષણ મોંઘુ થઈ ગયું છે અને ભણ્યા પછી પરીક્ષાના પેપર ફુટી જાય છે, 156 ની બહુમતી થી લોકોના પ્રશ્નો હલ નથી થતાં ત્યારે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ ગામે ગામ જઈને જનમંચ કાર્યક્રમ કરશે અને લોકોને સાચા અર્થમાં લોકશાહી મળે તે માટે તમામ પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

અમિતભાઈ ચાવડાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પર તાક્યું નિશાન

અમિત ચાવડાએ કહ્યું આપણે બધા જાતિ ધર્મથી ઉપર પહેલાં ભારતીયો છીએ, તમારામાં ખરેખર દેશસેવા અને લોકોનું કલ્યાણ કરવાની ભાવના હોય તો ગુજરાતના લોકોનું ભલું કઈ રીતે થાય, ડ્રગ્સ ક્યાંથી આવે છે તેનો જવાબ આપે, દારૂબંધી છતાં ગુજરાતમાં દારૂ મળે છે, તેમણે કહ્યું ધાર્મિક ધ્રુવીકરણ કરનારા લોકોનો હાથો ન બનવામાં આવે

અમિતભાઈ ચાવડાએ રાહુલ ગાંધીની તુલના ગાંધીજી સાથે કરી

તેમણે કહ્યું કેભાજપ સરકાર નવી અંગ્રેજોની સરકાર છે, કોઈ વિરોધ કરી શકતું નથી, જાતિ ધર્મના નામે ભાગલા પાડવામાં આવી રહ્યા છે, ગાંધીજી એક જ હતા પરંતુ આજના નવા પરીપ્રેક્ષમાં રાહુલ ગાંધીએ કન્યાકુમારી થી કાશ્મીર સુધીની પદયાત્રા કરીને લોકોને જગાડવાનું કામ કર્યું છે આ યાત્રાથી જે જાગૃતિ આવી તેની શરૂઆત કર્ણાટક થી થઈ છે, ગાંધીજીના પથ પર ચાલીને રાહુલ ગાંધી નવા અંગ્રેજો સામે લડી રહ્યા છે

અમિતભાઈ ચાવડાએ ભાજપના ખેસ પર કરી ટીપ્પણી…

અમિત ચાવડાએ કહ્યું કે કાયદા કાનુન તમામ લોકો માટે સમાન છે પરંતુ બહુમતી અને સત્તાના જોરે પોલીસ પ્રશાસન કે કોઈપણ જગ્યાએ ભાજપનો કેસરી ખેસ નાખેલા લોકો બેફામ બન્યા છે, કેસરી ખેસ વાળાના ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડા છે, ખુલ્લે આમ માટીનું ખનન, ખુલ્લેઆમ જમીનોના કબ્જા લેવાય છે જમીન માફીયા કેસરી ખેસ વાળા છે, ભાજપના દબાણમાં સમગ્ર તંત્ર ચાલે છે.

અમિતભાઈ ચાવડાએ વિપક્ષને ખતમ કરવા મુદ્દે ભાજપ પર કરી ટીપ્પણી…

અમિત ચાવડાએ કહ્યું સત્તાના જોરે, બહુમતીના જોરે કાયદા કાનુન બદલીને બંધારણની અનદેખી કરી જોહુકમી થઈ રહી છે, કર્ણાટકમાં તમામ એજન્સીઓને કામે લગાડી છતાં ભાજપ હારી ગયું ,બજરંગબલીના નામે ધાર્મિક ધ્રુવીકરણ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.

અમિતભાઈ ચાવડાએ ભાજપમાં આંતરીલ લડાઈ આસમાને હોવાનું જણાવ્યું…

અમિત ચાવડાએ કહ્યું વિજયભાઈ રૂપાણી, નિતિનભાઈ પટેલની ભાજપમાં શું હાલત છે, તેમની જ પાર્ટીના લોકો તેમને બદનામ કરવા માટે આખી સરકાર કામે લાગી છે, ભાજપમાં આંતરીક લડાઈ આસમાને છે, બહુમતીના જોરે ચુંટણી જીતી શકાય પરંતુ બહુમતી આવ્યા પછી બધાને સાથે રાખીને સાચવી શકવાની ક્ષમતા ભાજપમાં નથી.