Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Fiirst Conclave 2024: Coclave માં કોંગી નેતા પ્રતાપ દુધાતે જબાન પર લગામ કેમ નહીં હોવાનું કારણ જણાવ્યું

07:51 PM Apr 25, 2024 | Aviraj Bagda

Gujarat Fiirst Conclave 2024: ભારતભરમાં અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણામાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્ક્લેવ (Gujarat First Conclave) છે. Conclave માં અમરેલી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને પૂર્વ પ્રતાપ દુધાતે Gujarat First સાથે ખાસ વાતચીત કરી હતી.

પ્રતાપ દુધાતની હાઈકમાન્ડ સુધી પ્રસંશા થઈ

કોંગ્રેસ રાજકોટ લોકસભાના ઉમેદવાર પ્રતાપ દુધાત વર્ષ 2004 માં કાર્યકાર તરીકે જોડાયા હતા.ત્યારબાદ અમરેલી જિલ્લાના કોંગ્રેસ યુથના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારે તેઓ સૌથી નાની વયે કોંગ્રેસ યુથ કમિટિના પ્રમુખ બન્યા હતા. તેમણે વર્ષ 2017 માં અમરેલીની અંદર ધારાસભ્ય તરીકે જિલ્લાની કમાન સંભાળી હતી. તો વર્ષ 2022 ની ચૂંટણીમાં તેઓ ગણવા પાત્ર વોટથી હાર્યા હતા. આ વર્ષો દરમિયાન કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતની જિલ્લા સહિત કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પ્રસંશા મેળવી હતી.

બંને ઉમેદવારો 22 વર્ષ પછી ફરી એકવાર આમને-સામને આવ્યા

જ્યારે તેમને સૌરાષ્ટ્રની ચૂંટણીમાં જીતના ગણિત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ઉમેદવાર જેનીબેને અમરેલીમાં એક તરફી માહોલ કરી દીધો છે. કારણ કે… કોંગ્રેસે અમરેલી જિલ્લાને એક ખેડૂત પુત્રીનો ચહેરો એટલે કે લોકસભા બેઠકના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને પ્રજા માટે પસંદ કર્યા છે. કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મર શિક્ષિત હોવાની સાથે યુથમાં લોકપ્રિય ચહેરો પણ છે. તે ઉપરાંત ખેડૂતો સાથે સીધો સંબંધ હોવાથી આ વખતે તેઓ યશ મેળવે તેવી સંભાવના છે. તો ભાજપગઢ કહેવાતું રાજકોટ શહેરમાં ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. આ બંને ઉમેદવારો 22 વર્ષ પછી ફરી એકવાર આમને-સામને આવ્યા છે. કારણ કે… રાજકોટ શહેર લેઉઆ પટેલનું પણ ગઢ કહેવામાં આવે છે. કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી યુવા અને ઈમાનદાર નેતા હોવાથી તેમની આ વખતે રાજકોટ લોકોસભા બેઠક પરથી જીત નિશ્ચિત છે.

1200 જેટલા મતદાન મથકો પર કોંગ્રેસ પાસે કાર્યકારો જ ઉપલબ્ધ નથી

તો આપણે જાણીએ છીએ કે અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ વર્ષ લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપને બાથ ભરી ગયા છે. તે ઉપરાંત એવા પણ અહેવાલો આપણી સામે આવતા હોય છે, જેનાથી એવું પ્રતિત થતું હોય છે કે રાજ્ય સ્તરે પરસ્પર કોંગ્રેસની પકડ એકદમ કાચી છે. લોકોને કોંગ્રેસ પરથી દિવસે અને દિવસે પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. તે ઉપરાંત ભાજપે એવા પણ આરોપો લગાવ્યા છે કે, લોકસભાની ચૂંટણી 2024 દરમિયાન રાજ્ય સ્તરે 1200 જેટલા મતદાન મથકો પર કોંગ્રેસ પાસે કાર્યકારો જ ઉપલબ્ધ નથી. ત્યારે પ્રતાપ દુધાતે કોંગ્રેસના બચાવ પક્ષમાં નિવેદન આપ્યું હતું કે, આ માત્ર અફવાઓ છે. કોંગ્રેસ સાથે દેશની અન્ય કોઈ પાર્ટીની તુલનામાં ડાયરેક્ટ મતદાતાઓ વર્ષોથી જોડાયેલા છે. તેના વિવિધ ઉદાહરણો પણ તેમણે રજૂ કર્યા હતા. તેમાં તેમણે તેમનું પણ ઉદાહરણ આપ્યું હતું કે તેઓ 3 વખત ભારે મતથી અમરેલીમાં જીત મેળવી હતી. તે ઉપરાંત લોકોને ખબર જ છે કે, દર વખતે ભાજપ માત્ર નજીવા મતને કારણે ગુજરાતમાં જીત મેળવે છે.

અમરેલીની જનતા અન્યાય સામે વિરોધના પાયા નાખવાથી ડરતી નથી

કોંગ્રેસના કાર્યકારો અને નેતાઓ પણ વાણીવિલાસને લઈને અનેકવાર ચર્ચાનો વિષય બનતા જોવા મળે છે. ઉદાહરણ સ્વરુપે પ્રતાપ દુધાતે તાજેતરમાં ભાજપના નેતાને દુશાસન અને વિરજીભાઈએ પીએમ મોદી પર અપમાન જનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. કેમ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકારો સત્તા ગુમાવવાના દુ:ખને લઈ જબાન પર લગામ રાખી શકતા નથી. ત્યારે પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, ત્યારે તેમણે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમરેલીની જનતા બેખૌફ છે. અમરેલીની જનતા અન્યાય સામે વિરોધના પાયા નાખવાથી ડરતી નથી. પછી સામે ભાજપનો કોઈ નેતા, કાર્યકાર કે પછી ખુદ PM Modi હોય. તેમણે તે પણ સ્પષ્ટ કર્યું કે, તેમણે દુશાસમ રૂપી શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેને વાળીચોળીને લોકોની સામે મૂકવામાં આવ્યો હતો.

આ ઘટના પાછળ એક અને માત્ર એક ભાજપનો જ હાથ

તો તેમણે સુરતમાં જે રીતે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ચૂંટણી પંચ દ્વારા ફોર્મ રદ કરવામાં આવ્યું છે. તેથી સુરતમાં ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. તે ઉપરાંત રાજકોટમાં કોંગ્રેસ કાર્યકાર દ્વારા ભરવામાં આવેલા ફોર્મને પણ ચૂંટણી પંચે રદ કર્યા છે. આ ઘટનાનો જવાબ પ્રતાપ દુધાતે એક વાક્યમાં આપ્યો હતો કે, ચોરી કરનાર કરતાં ચોરી કરાવનાર મોટો ગુનેગાર હોય છે. આ ઘટના પાછળ એક અને માત્ર એક ભાજપનો જ હાથ છે.

કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત પર જે આકરું બોલવા પર અને વાણીવિલાસના આરોપ લાગી રહ્યા છે. તેનું મુખ્ય એ જ કારણ કે… પ્રતાપ દુધાત નિડર અને ઈમાનદાર નેતા છે. કોઈ વ્યક્તિ પાસેથી અભિવ્યક્તિનું સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. પ્રતાપ દુધાતને જ્યારે ખોટું થાય છે, ત્યારે ઉગ્રતા આવે છે. જે રીતે અમરિશ ડેર ભાજપમાં જોડાયા છે. તે રીતે પ્રતાપ દુધાત ક્યારે પણ ભાજપ પાર્ટીમાં સેટ જ ના થાય. કારણ કે… પ્રતાપ દુધાતનો પરિવાર અને ઘર કોઈ રાજકારણ પાર્ટીમાં રહીને ચાલતું નથી. સુરતમાં ફરી એકવાર ગ્રાઉન્ડ પર નિરીક્ષણ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ભાજપ પાર્ટી ક્ષત્રિયોના કારણે તો જીત હાંસલ કરતી આવી છે. ત્યારે આ વખતે તે જ ક્ષત્રિયો ભાજપની સામે વિરોધના પાયા નાખ્યા છે.

અમરેલી બેઠક પરથી મેં જેનીબેન ઠુમ્મર નામ કોંગ્રેસ પાર્ટીને સૂચવ્યું

ત્યારબાદ જ્યારે તેમને અમરેલી લોકસભા બેઠક પર ઉમેદવારીનો કેમ અસ્વીકાર કર્યો કે પછી ઉમેદવાર બનવા પર નામંજૂરી વ્યક્ત કરી, તેના સંદર્ભમાં કહ્યું કે, મે કોઈ મીડિયા કે જાહેરમાં ક્યારેય પણ કીધુ નથી કે હું અમરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડીશ નહીં. કારણ કે… આ વખતે હું અમરેલીમાંથી કોંગ્રેસ પાર્ટી વતી બેખૌફ ઉમેદવારને ઉભા કરવા માંગતો હતો. તેથી અમરેલી બેઠક પરથી મેં જેનીબેન ઠુમ્મર નામ કોંગ્રેસ પાર્ટીને સૂચવ્યું. તેમણે એ પણ જણાવ્યુ કે, જ્યારે ગત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દ્વારા નજીવા મતથી હાર્યા હતા. તેમ છતાં તેમણે અમરેલીમાં લોકકલ્યાણના અનેક કાર્યો છે.

એવું માનવામાં આવે છે, વર્ષ 2009 બાદ કોંગ્રેસ પાર્ટી ભાજપના વિરુદ્ધ ચાલી રહેવા સંગઠનોને લઈ લોકસભા કે વિધાનસભામાં ચૂંટણી જીતવાનું રાજકારણ અપનાવે છે. તેમ છતાં કોંગ્રેસ ગુજરાતની અંદર કેમ યુવા નેતાઓને ચૂંટણીમાં મેદાનમાં ઉતારી રહી નથી. તેનો જવાબ આપતા પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના દરેક કામમાં યુવાઓને મોખરે રાખવામાં આવે છે. અને જ્યારે જનતા દ્વારા સવાલ કરવામાં આવ્યો કે ઈન્ડિયા ગઠબંધન હજુ સુધી કેમ કોઈ પીએમ ફેસ તરીકે નામ સામે આવ્યું નથી. ત્યારે તેમને કહ્યું કે, ભાજપે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને સરકારી કુંટાળામાં ફસાવી દીધા છે. તેના કારણે નામ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: બીતી હુઇ બાતે ક્યું કરતે હો..? આવું કેમ કહ્યું ?