+

Modi Government: 40 વર્ષમાં કોંગ્રેસથી ના થયું! મોદી સરકારે માત્ર 9 વર્ષમાં કરી બતાવ્યું

Modi Government: મોદી સરકારની અત્યારે દેશમાં ચારેકોર પ્રસંશા થઈ રહી છે. ઈન્દિરા ગાંધી જેના નારા આપી આપીને પોતાનું રાજ ચલાવતી હતી જે કામ વડાપ્રધાન મોદીએ 9 વર્ષમાં કરી બતાવ્યું છે.…

Modi Government: મોદી સરકારની અત્યારે દેશમાં ચારેકોર પ્રસંશા થઈ રહી છે. ઈન્દિરા ગાંધી જેના નારા આપી આપીને પોતાનું રાજ ચલાવતી હતી જે કામ વડાપ્રધાન મોદીએ 9 વર્ષમાં કરી બતાવ્યું છે. ભારત જ્યારે આઝાદ થયું ત્યારે દેશમાં ગરીબી ચરમસીમાએ હતી. કોંગ્રેસ દ્વારા પોતાના શાસનકાળમાં ‘ગરીબી હટાવો’ના માત્ર નારા જ આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઈન્દિરા ગાંધીએ 1971માં ‘ગરીબી હટાવો’ નો નારો આપ્યો હતો. તે બાદ કોંગ્રેસે 40 વર્ષથી પણ વધારે શાસન કર્યું હતું પરંતુ તે દરમિયાન ગરીબીમાં નહીવત ઘટાડો થયો હતો. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની સરકાર વખતે કેટલાય ઘોટાળા પણ સામે આવ્યા હતાં. જેથી ગરીબો સુધી યોજનાઓ પહોંચી જ નહોતી.

નીતિ આયોગે જાહેર કર્યો રિપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી દેશની કમાન સંભાળી છે ત્યારથી જ ગરીબો માટેની કામગીરી શરૂ કરી દીધી હતી. આંકડાઓ પ્રમાણે ગરીબો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચી પણ રહ્યો છે. જેથી ગરીબી રેખામાં સારો એવો સુધાર પણ આવ્યો છે. આ બાબતનું પ્રમાણે નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ ‘રાષ્ટ્રીય બહુપરીમાણીય ગરીબી સૂચક આંક‘ની રિપોર્ટમાં મળી રહે છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે અત્યારે ગરીબોનું જીવન સ્તરમાં સારો એવો સુધાર પણ આવ્યો છે.

જાણો શું કહે છે નીતિ આયોગનો આ રિપોર્ટ

કોંગ્રેસ જેનું સપનું વર્ષોથી જોતું આવ્યું છે, પોતે આટલા વર્ષો સુધી શાસનમાં રહેવા છતાં પણ જે કામ નથી કરી શક્યા તે કામ મોદી સરકારે કરી બતાવ્યું છે. નરેન્દ્ર મોદી અત્યારે તે દિશામાં કામગીરી કરી રહ્યાં છે. નીતિ આયોગની રિપોર્ટ પ્રમાણે 25 કરોડથી વધારે લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યાં છે. આ રિપોર્ટમાં આપવામાં આવેલી વિગતો પ્રમાણે 2013-15થી 2022-23 સુધીમાં દેશના 24.82% લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યાં છે.

9 વર્ષમાં ગરીબીમાં 17.89% નો ઘટાડો

નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટ પ્રમાણે ભારતમાં 2013-14માં 29.17% ગરીબી હતી, જે 2022-23 માં ઘટીને 11.28% થઈ ગઈ છે. તેનો મલતબ કે, 9 વર્ષમાં ગરીબીમાં 17.89% નો ઘટાડો નોંધાયો છે. આ સાથે ઉત્તર પ્રદેશમાં છેલ્લા 9 વર્ષમાં 5.94 લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. જે દેશના તમામ રાજ્યો કરતા વધું આંકડો છે. આ પછી ક્રમશઃ બિહારમાં 3.77 કરોડ, મધ્ય પ્રદેશમાં 2.30 કરોડ અને રાજસ્થાનમાં 1.87 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે.

આ પણ વાંચો:Ram Mandir Ayodhya: 22 જાન્યુઆરીએ આ રાજ્યમાં શાળા-કોલેજ રહેશે બંધ

પીએમ મોદીના કાર્યકાળમાં ગરીબી રેખામાં સુધાર આવ્યો

આ રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો, 2005-06 થી 2015-16ની તુલનાએ 2015-16 થી 2019-21માં ગરીબી રેખામાંથી વધારે લોકો ઉપર આવ્યા છે. વર્ષ 2005-15માં ગરીબીમાં વાર્ષિક ઘટાડો 7.69% હતો, જે વર્ષ 2016-21માં વધીને 10.66% વાર્ષિક ઘટાડો થયો છે. સમગ્ર અધ્યયન અવધિ દરમિયાન MPI ના તમામ 12 સૂચકાંકોમાં નોંધપાત્ર સુધારાઓ નોંધવામાં આવ્યા છે. MPI રિપોર્ટ માથાદીઠ આવકના આધારે તૈયાર થતો નથી પરંતુ MPIના 12 માપદંડો અનુસાર તૈયાર કરવામાં આવે છે.

MPI આ માપદંડોનું વિશ્વેષણ કરવામાં આવ્યું

‘Multi Dimenstional Poverty In India’ ના 12 ધોરણોમાં બાળ મૃત્યુદર, પોષક તત્વો, માતાનું સ્વાસ્થ્ય, બાળકોની શાળાએ જવાની ઉંમર, શાળામાં તેમની ઉપસ્થિતિ, રાંધણ ગેસ, સ્વચ્છતા, પીવાનું પાણી, વીજળી, આવાસ, સંપત્તી અને બેંક ખાતું સામેલ છે. આ માપદંડો પ્રમાણે દેશમાં 138 લોકોમાંથી માત્ર 15 કરોડ લોકો એવા છે જેઓને આ સુવિધાનો લાભ નથી મળતો.

આ યોજનાઓ ગરીબી હટાવવામાં રહી સફળ

વડાપ્રધાન મોદી દ્વારા દેશમાં અનેક કલ્યાણકારી યોજનાઓ લાગું કરવામાં આવી છે, જે ગરીબો માટે ઘણી ફાયદાકારક રહી છે. જેમાં અન્ન યોજના, ઉજ્જવલા યોજના, જલ જીવન મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, જનધન ખાતા જેની યોજનાઓ મહત્વપૂર્ણ છે. આ સાથે અટલ પેન્શન યોજના, ઓબીસી અને એસસી વર્ગ માટેની પીએમ સ્વનીધિ યોજના, આયુષ્માન ભારત યોજનાઓ પણ સફળ રહી છે.

સંયુક્ત રાષ્ટ્રે કર્યા મોદીની કામગીરીના વખાણ

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ ‘વૈશ્વિક બહુપરીમાણીય સુચક આંક’ ની રિપોર્ટ પ્રમાણે ભારતમાં મનમોહન સરકાર વખતે 2005-2006માં ગરીબી રેખા 55% એ હતી. જ્યારે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં 2021 સુધીમાં આ આંકડા ઘટીને 16% એ આવી ગયા છે. રિપોર્ટ પ્રમામે નરેન્દ્ર મોદીના શાસન કાળમાં ગરીબી માટે સારી એવી કામગીરી થઈ છે. એનો મતલબ એ થયો કે, વડોપ્રધાન મોદી દરેક યોજનાને દેશના દરેક વ્યક્તિ સુધી પહોચાડવામાં સફળ રહ્યા છે.

Whatsapp share
facebook twitter