Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Congress : 2 દિવસમાં કોંગ્રેસના 3 ઉમેદવારો થયા ભાવુક

02:58 PM Apr 16, 2024 | Vipul Pandya

Congress : લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરાવાની શરુઆત થઇ ગઇ છે ત્યારે ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરી રહ્યા છે. જીતની આશા સાથે ઉમેદવારી ફોર્મ ભરવા નિકળેલા ઉમેદવારો અને તેમના સમર્થકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની ક્ષણ ભાવુક અને યાદગાર પણ હોય છે. છેલ્લા 2 દિવસમાં ત્રણ કોંગ્રેસી (Congress ) ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરતી વેળા ભાવુક બન્યા હતા અને જાહેરમાં પોતાના આંસુ રોકી શક્યા ન હતા.

પિતાને યાદ કરતા તુષાર ચૌધરી રડ્યાં

સાબરકાંઠા લોકસભા બેઠક માટે આજે કોંગ્રેસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરીએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે તુષાર ચૌધરી ચૂંટણી સભામાં ભાવુક બનેલા જોવા મળ્યા હતા. સ્ટેજ પર બેઠેલા તુષાર ચૌધરીની આંખમાં આંસુ આવી ગયા હતા અને રડી પડ્યા હતા. તુષાર ચૌધરીના પિતા અમરસિંહ ચૌધરી રાજ્યના મુખ્યમંત્રી હતા અને તેઓ પોતાના પિતાને યાદ કરતાં આંસુ રોકી શક્યા ન હતા. પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરતા તેઓ રડી પડ્યા હતા. ઉમેદવાર ફોર્મ ભરતા પહેલા થયા તુષારભાઈ રડી પડ્યા હતા. તુષારભાઇની આંખમાં આંસુ આવી જતાં તેમના સમર્થકો પણ એક તબક્કે ભાવુક બની ગયા હતા.

 

ગેનીબેન ધ્રુસકે ધ્રુસકે રડ્યાં

ઉલ્લેખનિય છે કે સોમવારે બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન પણ ચાલુ સભામાં ભાવુક બન્યા હતા. પોતાના પ્રચાર દરમિયાન જાહેરસભાને સંબોધન કરી રહેલા ગેનીબેન એક તબક્કે ભાવુક બની ગયા હતા. તેમણે કહ્યું કે બનાસકાંઠાની પ્રજાનું મારા પર ઋણ છે અને ત્યારબાદ તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ગેનીબેનની આંખમાં આંસુ આવી જતાં સભામાં ઉપસ્થિત લોકોએ ગેની બેન , ગેની બેનના નારા લગાવ્યા હતા અને તેમને સાંત્વના આપી હતી.

ઋત્વિક મકવાણા પણ બન્યા ભાવુક

બીજી તરફ સોમવારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રોડ શો દરમિયાન માતા અને બહેનને ભેટીને રડી પડ્યા હતા. સોમવારે ઋત્વિક મકવાણા ઉમેદવારી ફોર્મ ભરવા માટે કચેરીએ પહોંચ્યા હતા. તેમણે આ પહેલા રોડ શો કર્યો હતો. બસ સ્ટેન્ડથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રોડ શો યોજાયો હતો. આ સમયે તેમની માતા અને બહેનને જોતાં ઋત્વિક મકવાણા ભાવુક થઇ ગયા હતા અને તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. આ સમયે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી તથા કોંગ્રેસ પ્રવકતા ડો.મનીશ દોશી પણ હાજર હતા.

આ પણ વાંચો– Rajkot: પરશોત્તમ રુપાલા પાસે જાણો કેટલી મિલકત છે..!

આ પણ વાંચો— VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ નામાંકન ભર્યું