+

કોરોના કેસનો ફરી રાફડો ફાટ્યો, ચિંતા વધતા પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસ સરકાર માટે ચિંતાનું કારણ બની રહ્યા છે. રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દેશમાં કોવિડ-19ની ઉભરી રહેલી સ્થિતિ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ શનિવારે

દેશમાં
કોરોનાના સતત વધી રહેલા કેસ સરકાર માટે ચિંતાનું કારણ બની રહ્યા છે. રાજધાની
દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દેશમાં કોવિડ-
19ની ઉભરી રહેલી સ્થિતિ પર વીડિયો
કોન્ફરન્સ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. 
કેન્દ્રીય
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ
શનિવારે
કોરોના વાયરસના ચેપના
2,527
નવા કેસ નોંધાયા છે. જે પછી ભારતમાં કોરોના રોગચાળાના કુલ કેસોની સંખ્યા વધીને
4,30,54,952 થઈ ગઈ છે. જ્યારે સક્રિય
દર્દીઓની સંખ્યા વધીને
15,079
થઈ ગઈ છે.
મળતી માહિતી
મુજબ
દેશમાં રોગચાળાથી મૃત્યુઆંક વધીને 5,22,149 થઈ ગયો છે જેમાં વધુ 33 લોકોના મોત થયા છે.


પીએમ
મોદી મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

દેશમાં
વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી
27 એપ્રિલ બુધવારે
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં
દેશમાં વધી રહેલા કોરોના કેસ અંગે ચર્ચા થશે.


દિલ્હીમાં
કોરોનાના નવા કેસ ફરી
1000ને
પાર

દિલ્હીમાં
સતત બીજા દિવસે કોરોના વાયરસના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. શનિવારે છેલ્લા
24 કલાકમાં કોરોના વાયરસના 1094 નવા કેસ નોંધાયા છે. રોગચાળાને કારણે
બે દર્દીઓના મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થયા બાદ રાજ્યમાં
સક્રિય કેસની સંખ્યા
3,705 પર પહોંચી ગઈ છે. શનિવારે 640 દર્દીઓ સાજા થયા હતા.

Whatsapp share
facebook twitter