Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Valsad: કોમ્પ્યુટર ઓપરેટર સરકારના લાખો રૂપિયા ચાઉ કરી ગયો, પોલીસે કરી ધરપકડ

03:36 PM May 25, 2024 | VIMAL PRAJAPATI

Valsad: વલસાડ જિલ્લામાં પુરવઠા વિભાગમાં કામ કરતો એક કોમ્પ્યુટર ઓપરેટરે સરકારી નાણાંની લાખો રૂપિયાની ઉચાપત કરી છે. જિલ્લાના 53 ફેર શોપ ચલાવતા કંટ્રોલ સંચાલકોના કમિશનના 40 લાખથી વધુની ઉચાપત કરનાર કોમ્પ્યુટર ઓપરેટર અંતે પોલીસ પાંજરે પૂરાયો છે. વલસાડ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા ફેર પ્રાઇસ શોપ દ્વારા લાભાર્થીઓને પૂરતો અનાજનો જથ્થો સરકારની યોજના હેઠળ આપવામાં આવે છે. તેનું મોનીટરીંગ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કરવામાં આવતું હતું. કોરોના મહામારી દરમિયાન દરેક કંટ્રોલમાંથી લાભાર્થીઓને મફત અનાજ આપવામાં આવતું હતું.

ઉચાપત કરનાર કોમ્પ્યુટર ઓપરેટર અંતે પોલીસ પાંજરે પૂરાયો

કંટ્રોલ સંચાલકોને તેમનું કમિશન બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવતું હતું. જોકે આ મહામારી દરમિયાન જિલ્લાના કેટલાક ફેર પ્રાઇસ શોપના ધારકોને તેમની કમિશન બરોબર ન મળતું હોવાની રાવ ઉઠી હતી. જોકે કોરોનાના કારણે સંચાલકોએ બહુ તપાસ કરી નહોતી. જોકે કોરોના બાદ કેટલાક કંટ્રોલના સંચાલકોએ આ મામલે પુરવઠા વિભાગમાં ફરિયાદો કરી હતી. જેથી આ મામલે પુરવઠા અધિકારીએ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ મામલે વલસાડ જિલ્લા પુરવઠા આધિકારીએ તપાસ બાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

વલસાડ સીટી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા

મળતી વિગતો પ્રમામે ફરિયાદ થઈ હતી કે, તેમની જાણ બહાર કોમ્પ્યુટર ઓપરેટર ઇગલ પટેલે વલસાડ (Valsad) જિલ્લાના 400થી વધી કંટ્રોલ સંચાલકો પૈકી જિલ્લાના 53 કંટ્રોલ સંચાલકો સાથે છેતરપિંડી કરી હતી. સરકારી નાણાંની ઉચાપત કરી હોવાની ફરિયાદ કરી હતી. આ મામલે વલસાડ સીટી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વલસાડ સીટી પોલીસ તપાસ માં બહાર આવ્યું છે કે, પુરવઠા વિભાગ કામ કરતો ઇગલ પટેલ દ્વારા 53 ફેર પ્રાઇસ શોપના માલિકોને કમિશનના નાણાં આપતો ન હતો.

કુલ 40 લાખથી વધુની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું

આરોપી ઇગલ પટેલ સરકારી નાણાં શોપ માલિકના બેક ખાતાને બદલે તેમનું અને તેમના પરિવારના સભ્યોની બેન્ક ડિટેલ નાખી છેતરપિંડી આચરતો હતો. ઇગલ પટેલ પુરવઠા વિભાગના અધિકારીના ID અને પાસવર્ડનો ઉપયોગ કરી અધિકારેને મળતો OTP બાયપાસ કરી ipds.gujarat.gov.in નામની વેબસાઈટનો ઉપયોગ કરતો હતો. આરોપી ઇગલ પટેલે આમ 53 કંટ્રોલ સંચાલકોની બેન્ક ડિટેલની જગ્યાએ તેના પરિવારના 4 સભ્યોની ડિટેલ નાખી છેતરપિંડી આચરતો હતો. કુલ 40 લાખથી વધુની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં ઇગલ પટેલ, મનહર પટેલ, રીટા પટેલ અને ઝેબા મલિક વિરુદ્ધ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: Rajkot: કાયદાનો સરેઆમ ભંગ! પૈસા લઈને રિક્ષાચાલકો લગાવી રહ્યા છે રેસ

આ પણ વાંચો: Kalol: ફેક્ટરીમાંથી ઝેરી ગેસ છોડવામાં આવતા સ્થાનિકો પરેશાન, 2 ની તબિયત લથડી

આ પણ વાંચો: રાજકોટ-પંચમહાલમાં BJP કાર્યકરોએ Mamata Banerjee ના પૂતળા ફૂંક્યા, જાણો શું છે કારણ ?