Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સહારા ગૃપના સુબ્રતો રોય અને તેના 7 ભાગીદારો સામે છેતરપિંડીની ફરિયાદ, રોકાણના નામે કર્યું કરોડોનું ફ્રોડ

07:34 PM Apr 22, 2023 | Vipul Pandya

સુરતમાં સહારા ગૃપના સુબ્રતો રોય સામે
સુરત ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ
લોનાવાલા ખાતે એમ્બેવલી પ્રોજેક્ટમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી થઈ હોવાનો આરોપ
લગાવવામાં આવ્યો છે. જેમાં સુરતના ઈલિયાસ રેલવેવાળા દ્વારા આ છેતરપિંડીની ફરિયાદ
નોંધાવવામાં આવી છે. જેમાં ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે ફ્લેટ ખરીદવા માટે તેમણે
1.91 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ ફ્લેટની કિંમત રૂ.1.7 કરોડ હતી. જેનું
પેમેન્ટ ચેક દ્વારા કરવામાં આવ્યુ હતું. આ પેમેન્ટ 2012માં કર્યું હતું પરંતુ હજુ
સુધી તેમને આ ફ્લેટનો કબ્જો મળ્યો નથી. જેના પગલે ફરિયાદ નોંધાવી હતી.


સુબ્રતો રોય અને તેના અન્ય 7 ભાગીદારોએ સાથે મળીને છેતરપિંડી
કરતા કેસ નોંધવામાં આવ્યો છે. વર્ષ
2012 માં આ પેમેન્ટ કરી દીધું હોવા છતાં
ફ્લેટ નો કબજો આપવામાં આવ્યો ન હતો.
અલગ અલગ બહાના બતાવી ને અત્યારસુધી કબજો અપાયો ન હોવાનો
લગાવ્યો હતો.
રોકાણ કરેલ રૂપિયા પરત માંગવા છતાં પરત ન કરવામાં આવતાં આખરે
ફરિયાદ નોંધાવી હતી .
સુરત ક્રાઈમ બ્રાન્ચે સહારા ગ્રુપના સુબ્રતો રોય અને
અન્ય
7 ભાગીદારો સામે
ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.