Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નરોડા યુવક આપધાત કેસમાં અંતે નોંધાઈ ફરિયાદ, મંગેતર 1 કરોડ માગી આપતી હતી ત્રાસ

05:21 AM Apr 17, 2023 | Vipul Pandya

અમદાવાદના નરોડા વિસ્તારમાં હાલમાં જ એક યુવકે મંગેતરના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. નરોડા પોલીસે અંતે આત્મહત્યા દુષ્પ્રેરણા અંગે મંગેતર સામે ગુનો દાખલ કર્યો છે. યુવકના પરિવારજનો દ્વારા પોલીસ કમિશનરને અરજી કરતા અંતે નરોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
નરોડામાં 21મી ફેબ્રુઆરીએ લખન માખીજા નામના યુવકે મંગેતરની માંગણીઓ અને જીદથી કંટાળીને પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત કર્યો હતો. જે ઘટનામાં યુનકના પિતાના આક્ષેપો બાદ મંગેતર વંદના ઉર્ફે વર્ષા જસવાણી સામે ગુનો નોંધાયો છે. ફરિયાદીના 32 વર્ષીય દિકરા લખનની 8 મહિના પહેલા વંદના ઉર્ફે વર્ષા જસવાણી સાથે મિત્રતા થઈ અને તે મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમ સંબંધ બાદ બંને લગ્ન કરવાનો નિર્ણય લીધો અને પરિવારે પણ સંમતી આપી હતી.
ગત 29/5/2021ના રોજ લખન મખીજા અને વંદના ઉર્ફે વર્ષા જસવાણીની સગાઈ થઈ હતી. સગાઈ બાદ વંદના સતત લખનને કેનેડા જવા માટે એક કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવાની માગ કરતી હતી, સાથે જ કિંમતી ગિફ્ટ અને મોબાઈલ ફોનની માગ કરતી હતી. 19મી ફેબ્રુઆરી 2022ના રોજ ફરિયાદી રામચંદ્ર મખીજા પરિવાર સાથે સોમનાથ બાધા પુરી કરવા ગયા હતા, જ્યાંથી 21મી ફેબ્રુઆરીએ રાતના સમયે પરત આવ્યા હતા. તે સમયે ફરિયાદીની પત્નિ અને દિકરા લખને જણાવ્યું હતું કે, વંદના ઉર્ફે વર્ષા જસવાણીએ પોતાને કેનેડા જવાનુ છે અને કેનેડા જવા માટે ઈન્વેસ્ટર વિઝાના રુપિયા 1 કરોડ ખર્ચી કેનેડા સેટલ થવાનુ છે અને જો તુ 1 કરોડ રુપિયાની વ્યવસ્થા નહીં કરે તો સગાઈ તોડી નાખીશ અને મારી સાથે બીજો  છોકરો લગ્ન કરવા તૈયાર છે. જે બાદ લખન મખીજા સગાઈ તુટી જવાની ચિંતામાં ગરકાવ થયો હતો.
પિતાએ લખનને સમજાવ્યો હતો અને જે બાદ પરિવારજનો સુઈ ગયા હતા. સવારમાં ઉઠીને પરિવારે જોતા લખને પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરેલી સ્થિતીમાં જોવા મળ્યો હતો. જેથી આ મામલે 108ને જાણ કરાતા હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ ફરિયાદી પિતાએ પુત્ર લખનના ફોનમાં ચેક કરતા તેની મંગેતર વંદના ઉર્ફે વર્ષા જસવાણી સાથેના મેસેજ અને ઓડિયો ક્લીપ મળી આવી હતી. જેમાં વંદના ઉર્ફે વર્ષા જસવાણીએ લખન મખીજા પાસે ટુકડે ટુકડે માતબર રકમ લીધી હોવાનું તેમજ કેનેડા જવા માટે સતત પૈસાની માગણી કરી ત્રાસ આપતી હોવાનું સામે આવ્યું હતું.
એક કરોડ રૂપિયાની સતત માગ કરીને માનસિક ત્રાસ આપતી વંદના ઉર્ફે વર્ષાની ઓડિયો ક્લીપ પણ સામે આવી છે. વર્ષાને જોબ માટે કેનેડા જવા માટે માટે પૈસાની જરૂર હતી. જે પૈસા તે લખન પાસે માંગતી હતી. લખન પોતાનો ફલેટ વેચી દે અને માતા-પિતા પાસેથી પૈસાની માગ કરે તેવુ વંદના ઉર્ફે વર્ષા જસવાણી દબાણ કરતી હતી. 8 મહિનાના સંબંધમા વર્ષાએ આઈફોન મોબાઈલ, મિત્રો સાથે લદાખની ટ્રીપ અને કિંમતી વસ્ત્રોની સતત ડિમાન્ડ કરતી હતી. આ આક્ષેપોની વચ્ચે નરોડા પોલીસે આપઘાતની જાણવાજોગ દાખલ કરી હતી જોકે પુત્રને ન્યાય અપાવવા પરિવારજનોએ પોલીસ કમિશનરને અરજી કરી હતી અને અંતે આ મામલે આત્મહત્યા દુષ્પેરણા મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૃતક લખન અને વર્ષા વચ્ચેની વાતચીત અને વોટ્સએપ ચેટ મળી આવ્યા છે. જેમા વર્ષા લખને હડધૂત કરતી જોવા મળી છે. મંગેતરના માનસિક ત્રાસથી કંટાળીને 32 વર્ષીય લખને મોતને વ્હાલુ કર્યુ હોવાના આક્ષેપોને લઈને નરોડા પોલીસે લખનનો મોબાઈલ એફએસએલમા મોકલીને આપઘાતને લઈને પરિવારના નિવેદન મેળવી વધુ તપાસ શરૂ કરી છે.