Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એક ગધેડાનું મોત થતા 55 લોકો વિરુદ્ધ ફરિયાદ, ઘટના બાદ સમગ્ર દેશમાં હડકંપ

10:13 PM Sep 21, 2024 |
  • એક ખરના મોત બાદ સમગ્ર બિહારમાં હાહાકાર
  • વિજળી વિભાગ અને ગ્રામજનો સામસામે આવી ગયા
  • વીજળી વિભાગની ભયાનક બેદરકારીથી ગ્રામજનો પરેશાન

નવી દિલ્હી : બક્સરમાં કરંટ લાગવાના કારણે ગધેડાનું મોત થવા અંગે હોબાળો કરવા અને ત્રણ કલાક સુધી વીજળી પુરવઠ્ઠો ખોરવવાના આરેપમાં 55 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગ્રામીણોનું કહેવું છે કે, વીજળી વિભાગની બેદરકારીના કારણે અનેક રખડતા ઢોરના મોત થઇ ચુક્યા છે. તેવામાં ગામના લોકો વીજળી વિભાગના કારણે ભારે પરેશાન છે.

આ પણ વાંચો : Condom ની આ દેશને મફતમાં વહેંચણી અને કોન્ડમ સ્ટોર રાખવાની નોબત આવી

બક્સરમાં કરંટના કારણે ગધેડાનું મોત નિપજ્યું

બિહારના બક્સર જિલ્લામાં કેસઠ પ્રખંડમાં કથિત રીતે કરંટ લાગવાના કારણે ગધેડાનું મોત થતા હોબાળો કરનારા અને સમગ્ર વિસ્તારમાં વધારે સમય સુધી વીજળી વિભાગનો પુરવઠ્ઠો ખોરવવાના આરોપમાં 55 ગ્રામીણોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બક્સરના પોલીસ અધીક્ષક શુભમ આર્યએ જાન્યુઆરીમાં માહિતી આપતા જણાવ્યું કે, ઘટનાની તુરંત બાદ વિસ્તારમાં ચકૌદા પાવર ગ્રીડ સ્ટેશનની બહાર મોટા પ્રમાણમાં ગ્રામીણો એકઠા થયા હતા. વળતરની માંગ કરવા લાગ્યા હતા. કેટલાક ગ્રામીણ પાવર ગ્રીડ કાર્યાલયમાં ઘુસીને વિસ્તારનો વિજ પુરવઠ્ઠો બંધ કરીદીધો હતો. આ ઘટના 11 સપ્ટેમ્બરની છે.

આ પણ વાંચો : Tirupati Laddu Controversy મુદ્દે દક્ષિણના 2 દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ!

રાજ્યના વીજળી વિભાગ દ્વારા ફરિયાદ દાખલ કરાઇ

અધિકારીઓએ જણાવ્યું કે, ત્યાર બાદ રાજ્યનો વીજળી વિભાગ એક વરિષ્ઠ અધિકારીએ ગ્રામજનો વિરુદ્ધ વિજ પુરવઠ્ઠો ખોરવવા અને સરકારી કર્મચારીના કામમાં અડચણ નાખવા માટેનો કેસ દાખલ કરાવ્યો છે. રાજ્ય વીજળી વિભાગ સંબંધિત એસડીઓની ફરિયાદના આધારે પોલીસે 65 ગ્રામીણો વિરુદ્ધ ત્રણ કલાક સુધી વિસ્તારમાં વિજ પુરવઠ્ઠો ખોરવી નાખ્યો હતો. સ્થાનિક પોલીસ અધિકારીએ નામ નહીં જણાવવાની શરતે જણાવ્યું કે, વરિષ્ઠ અધિકારીઓએ હસ્તક્ષેપ બાદ ત્રણ કલાક બાદ વિજ પુરવઠ્ઠો શરૂ થઇ શક્યો હતો. ગ્રામીણોએ આ મુદ્દે 13 સપ્ટેમ્બરે વીજળી વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : Delhi ની કમાન Atishi ના હાથમાં, CM પદના લીધા શપથ

વીજ વિભાગના કર્મચારીઓ પર બેદરકારીનો આક્ષેપ

ગત્ત 11 સપ્ટેમ્બરે સ્થાનિક પ્રખંડના રામપુર ગામમાં લોખંડના વિજળીના થાંભલામાં અચાનક કરંટ પ્રવાહિત થવા લાગ્યો હતો. જેના કારણે બે ગધેડા પોલને અડતાની સાથે જ કરંટ લાગ્યો હતો. એકનું ત્યાં જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજો ગંભીર રીતે દાઝી ગયો હતો. ગ્રામીણોનું કહેવું હતું કે, વીજળી કંપનીની બેદરકારીના કારણે આ ઘટના બની છે. અન્ય ત્રણ ગધેડા કરંટલાગવાથી દાઝી ગયા હતા.

આ પણ વાંચો : Prasar Bharti-૩૮૧ ટીવી ચેનલ્સ અને ૪૮ રેડિયો સ્ટેશન્સ વિનામૂલ્યે માણો

ઇંટોના ભઠ્ઠામાં કામ કરતો હતો

રતન રઝકે જણાવ્યું કે, હાલમાં જ 80 હજાર રૂપિયાનો એક ગધેડો ખરીદ્યો હતો. ઇંટોને ભઠ્ઠામાંથી બીજા સ્થળે પહોંચાડવાનું કામ કરતા હતા. જેના કારણે તેના પરિવારનું ગુજરાન ચાલતું હતું. આ પ્રદર્શનમાં પંચાયત પ્રમુખ બસંત પાંડેય, બીડીસી મંજુ કુમારી, સરપંચ વિષ્ણુ દેવ પાસવાનનો પણ સમાવેશ થાય છે. વીજળી કંપનીની બેદરકારીના કારણે આ પંચાયતમાં અત્યાર સુધી અડધો ડઝન પશુઓનાં મોત થઇ ચુક્યા છે.

આ પણ વાંચો : Noida : બ્રિજ પર કારે સ્કૂટીને ટક્કર મારી યુવતી બ્રિજના પિલર પર અટકી! જુઓ video

ગ્રામજનો દ્વારા ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો

વીજ કંપનીના અધિકારીઓને તે અંગે માહિતી આપવામાં આવી છે. જર્જરીત તારોની સાથે જ ટ્રાન્સફોર્મર પર સ્વિચ લગાવવાની જરૂર છે. જો કે જવાબદાર અધિકારીઓ કોઇ પણ સકારાત્મક પગલું ભરતા નથી. જો કે હવે ઉલ્ટાચોર કોટવાલ કો દાટે જેવો ઘાય સર્જાયો છે. અવિનાશ કુમાર નામના અધિકારીએ પાંચ લોકો વિરુદ્ધ નામજોગ અને 50 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. વિજ કંપનીનો દાવો છે કે, પ્રદર્શનના કારણે 1.44 લાખ રૂપિયાનું કંપનીને નુકસાન પહોંચ્યું છે.

આ પણ વાંચો : PM મોદીના જન્મ દિવસે બ્લડ ડોનેશનનું નાટક, મેયરે હસ્તા હસ્તા કહ્યું હું ફોટો પડાવવા આવ્યો છું