Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અભિષેક બચ્ચનની અમિતાભ સાથે કરી સરખામણી, તો અભિનેતાએ કહ્યું, “બાપ-બાપ હોતા હૈ”

05:00 AM Apr 29, 2023 | Vipul Pandya

આજકાલ અભિષેક બચ્ચન તેમની ફિલ્મ દસવીના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં
અભિષેકે એક રાજનેતાની ભૂમિકા ભજવી હતી જે જેલમાં
10મા ધોરણની પરીક્ષા આપે છે. માત્ર અભિષેક જ નહીં પરંતુ તેના પિતા
અમિતાભ બચ્ચને પણ પોતાના પુત્રની ફિલ્મનું ખૂબ પ્રમોશન કર્યું છે. એટલું જ નહીં આ
દરમિયાન તેણે અભિષેકને પોતાનો વારસ પણ ગણાવ્યો હતો. હવે દસમામાં અભિષેકનું જબરદસ્ત
પ્રદર્શન જોયા બાદ ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક પ્રશંસકે અભિષેકની
સરખામણી બિગ બી સાથે પણ કરી હતી.
જેનો અભિષેકે એવો જવાબ આપ્યો હતો કે તેનું ટ્વીટ સોશિયલ મીડિયા પર
વાયરલ થઈ ગયું હતું. 
ચાહકે ટ્વીટ કર્યું, દસવી પછી હવે લોકો અમિતાભ બચ્ચનને કહેશે
કે તે અભિષેક બચ્ચનના પિતા છે. શું ફિલ્મ છે
, અભિષેકની કમાલ એક્ટિંગ. અભિષેકે કહ્યું ફેન્સનો આભાર, આ સાથે તેણે તેના પિતા માટે એક વાત પણ લખી. તેણે ટ્વીટ કર્યું, “પ્રશંસા બદલ આભાર, પણ સંબંધમાં બાપ બાપ હોય છે તે તમે જાણો છો.