Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Police : ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાંથી બમણો દારૂ પકડાયો

06:16 PM Jan 01, 2024 | Bankim Patel

ગુજરાત પોલીસના (Gujarat Police) ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓ દારૂ-જુગારના બેફામ ધંધા ચલાવી રહ્યાં હોવાની જાણ સંત્રીથી લઈને મંત્રી સુધી તમામને છે. DGP Gujarat ના તાબામાં આવેલા સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) દ્વારા કરાયેલા પ્રોહિબિશન અને ગેમ્બલિંગ (Prohibition and Gambling) ના વાર્ષિક કેસની સંખ્યા અને મુદ્દામાલના આંકડા તેના પૂરાવા છે. વર્ષ 2023 દરમિયાન દારૂ-જુગારના કેસ કરી કરોડો રૂપિયાનો મુદ્દામાલ SMC એ પકડ્યો છે.  આ આંકડા તો માત્ર SMC એ કરેલી કામગીરીના જ છે. સ્થાનિક પોલીસના આંકડાઓ મેળવવામાં આવે તો પકડાયેલા દારૂની કિંમત અનેક ગણી જોવા મળશે.

ગત વર્ષની સરખામણીએ બમણો દારૂ પકડાયો

State Monitoring Cell એ વર્ષ 2022 અને 2023માં કરેલા દારૂ-જુગારના કેસોની વિગતો જાહેર કરી છે. વર્ષ 2022ની સરખામણીએ આંકડા જોઈએ તો, વર્ષ 2023માં બમણો દારૂ SMC ને હાથ લાગ્યો છે. જ્યારે જુગારના કેસના આંકડાઓ પણ 2022ની સરખામણીએ 2023માં વધેલા જોવા મળ્યા છે.

SMC એ દારૂના કેટલાં કેસ કર્યા ?

વર્ષ 2022માં 440 કેસ કરી 10.40 કરોડ રૂપિયાનો દારૂ તેમજ 20.06 કરોડનો વાહનો સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. જયારે વર્ષ 2023માં 466 કેસ કરી 19.97 કરોડનો દારૂ અને 39.75 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જુગારના કેટલાં કેસ કર્યા SMC એ ?  

વર્ષ 2022માં 120 કેસ કરી 63.74 લાખની રોકડ અને 2.69 કરોડનો વાહનો સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. જયારે વર્ષ 2023માં 141 કેસ કરી 73.96 લાખ રૂપિયાની રોકડ અને 3.52 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની પોલ ખોલી

Gujarat Police ના ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓની કાળી કમાણીનો મુખ્ય સ્ત્રોત દારૂ-જુગારના ધંધા છે. ગુજરાત પોલીસ (Gujarat Police) માં ફરજ બજાવતાં IPS  પૈકીના કેટલાંક અધિકારીઓ તો પાડોશી રાજ્યોમાંથી ઘૂસાડવામાં આવતા વિદેશી દારૂના નેટવર્કમાં ભાગીદાર બની ગયા છે. State Monitoring Cell દ્વારા ગુજરાતના જુદાજુદા જિલ્લા-શહેરોમાં પાડવામાં આવેલા દરોડાઓ અને કેસોની સંખ્યાએ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની પોલ ખોલી નાંખી છે.

ડિસેમ્બરમાં સૌથી વધુ દારૂ પકડાયો 

ગત ડિસેમ્બર-23માં SMC એ રાજ્યમાં કુલ 47 કેસ નોંધી 2.10 કરોડનો દારૂ અને લગભગ 4 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં 50 કેસ નોંધાયા હતા અને SMC એ 1.23 કરોડનો દારૂ પકડી 2.43 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંગ્રેજી નવ વર્ષની ઉજવણી (New Year Celebration) માટે વિદેશી દારૂ (Foreign Liquor) ની ગુજરાતમાં ભારે માગ રહે છે અને આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી બુટલેગરો દારૂનો જથ્થો એકઠો કરતા હોય છે. આ જ કારણસર ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ દારૂની ખેપ વાગતી હોય છે.

આ પણ વાંચો – Ahmedabad Civil : માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો

આ પણ વાંચો – Gondal : નગરપાલિકા, ડે. કાર્યપાલક ઇજનેરના નકલી રબર સ્ટેમ્પ બનાવી ઉપયોગ કરનારા 5 ઝડપાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ