Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરતથી દરિયાઇ માર્ગે ટપાલ પહેલા ઘોઘા અને ત્યારબાદ ભાવનગર પહોંચાડવાની સેવાનો પ્રારંભ

08:00 AM Apr 28, 2023 | Vipul Pandya

‘તરંગ પોસ્ટ સર્વિસ’ના માધ્યમથી હજીરાથી ભાવનગર વચ્ચે કાર્યરત રો-રો ફેરી સર્વિસ દ્વારા ગુજરાતના સુરતથી ભાવનગર સુધી ટપાલ સેવાનું પરીવહન શરૂ કરાયુ છે.આ અંગે રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાત માં પ્રથમવાર દરિયાઈ માર્ગે સુરતમાં ટપાલ શરૂ થઈ છે..   
 
પહેલા 36 કલાકમાં પહોંચતા પાર્સલ હવે 7 થી 8 કલાકમાં પહોંચશે 
રેલ અને બસ મારફતે પહેલા 36 કલાક પાર્સલ પહોંચતા હતા,પરંતુ હવે 7 થી 8 કલાક માં ટપાલ અને પાર્સલ પહોચશે.હવે સોથી ઓછા સમય માં રો રો ફેરી સર્વિસ નો રૂટ ગણાશે,જનતા માટે પોસ્ટ કાયમ અગ્રેષ્ણ રહી છે,તરંગ પોસ્ટ થકી સમયનો બચાવ અને જરૂરી દસ્તાવેજો લોકોને ઓછા સમયમાં મળી રહે તેવી સુંદર અને અકલ્પિનય સેવાની શરૂઆત કરવામાં આવી છે..

રો- રો ફેરી દ્વારા ઘોઘા અને ત્યાર બાદ ભાવનગર પહોંચશે પાર્સલ 
સુરત રેલ પોસ્ટ સર્વિસ ઓફિસથી હજીરા સુધી ટપાલ વિભાગના મેઈલ મોટર સર્વિસ વાહન દ્વારા પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ રો- રો ફેરી દ્વારા ઘોઘા અને ત્યાર બાદ ભાવનગર મોકલાશે.આમ કામગીરીની કાર્યક્ષમતામાં પણ સુધારો થશે, સમયનો બચાવ પણ થશે.  અત્યાર સુધીમાં ટ્રાયલ ના ભાગરૂપે દરિયાઈ પરિવહન દ્વારા લગભગ ૧૫ ટન મેઈલ મોકલવામાં આવ્યા છે.  જેમાં સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આજ થી વિધિવત રીતે તરણ સેવાનો પ્રારંભ કરાયો છે.
12 ડિસેમ્બરથી આ સેવાની ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી  
ટપાલ સેવા શરૂ કરવા પહેલાં પોસ્ટ વિભાગ દ્વારા રો-રો ફેરી સર્વિસ માધ્યમથી હજીરા-ઘોઘા વચ્ચે 60 કિમીનું અંતર કાપી દરિયાઈ માર્ગે 12 ડિસેમ્બરથી ટ્રાયલ શરૂ કરાયો હતો,જે સફળ રહ્યો હતો. સુરત રો રો ફેરી માધ્યમથી સુરતના આજુ બાજુના જિલ્લાઓમા ટ્રાયલના ભાગરૂપે 15 ટન પાર્સલ મોકલવામાં આવ્યા હતા.. દરિયાઈ પરિવહન દ્વારા લગભગ 15 ટન ટપાલ,પાર્સલ મોકલાયા હતા. જેમાં સુરત, વલસાડ, ભરૂચ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢનાનો સમાવેશ કરાયો હતો. ટ્રાયલ સફળ જતાં વિધિવત રીતે રો-રો ફેરી સર્વિસથી ટપાલની સેવા શરૂ કરવામાં આવી છે.
સુરત હેડ પોસ્ટ ઓફિસ મહીધરપુરા ખાતે પાર્સલ સેન્ટરનું ઉદઘાટન 
સુરત શહેરમાં કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા સુરત હેડ પોસ્ટ ઓફિસ મહીધરપુરા ખાતે પાર્સલ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.  આ ઉપરાંત પાર્સલ મોબાઈલ વેનને પણ લીલી જંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. હવે પોસ્ટ વિભાગ દ્વારા વેપારીઓનાં દુકાન બહારથી જ પાર્સલ પીક અપ કરવામાં આવશે. 
પાર્સલ બુકીંગ અને પેકેઝિગ એક જ જગ્યાએ થઇ શકશે 
આ અંગે મંત્રી દેવુસિંહ ચૌહાણ એ જણાવ્યું હતું કે આ પાર્સલ સેન્ટર તમામ પ્રકારના પાર્સલ બુકિંગની સેવા આપશે. ગ્રાહકોએ માત્ર તેમના પાર્સલ સાથે સુરત હેડ પોસ્ટ ઓફિસ આવવાનું રહેશે અને અહીં તેઓ તેને સસ્તા દરે બુક કરાવી શકશે. આ કેન્દ્ર પર પાર્સલ બુકિંગ સાથે પેકેજિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.અત્યાર સુધી ગ્રાહકે પહેલા પાર્સલનું પેકેજિંગ કરાવવા અને પછી પાર્સલ બુક કરાવવા માટે અલગ-અલગ ઓફિસોમાં જવું પડતું હતું, જેના કારણે ગ્રાહકના સમય અને પૈસાનો વ્યય થતો હતો.પરંતુ હવે પાર્સલ સેન્ટર દ્વારા એક સાથે પૂરી પાડવામાં આવશે.. પાર્સલ પેકેજિંગ અને પાર્સલ બુકિંગની સુવિધાને લીધે ગ્રાહકના સમય અને નાણાંની બચત કરવા માટે ફાયદાકારક સેવા શરૂ થઈ છે .
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.