Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલને અર્પણ

06:08 PM Feb 06, 2024 | Maitri makwana

ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ શ્રી ગણેશ વી સાવલેશ્વરકરે આજે ગાંધીનગરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરવામાં આવી હતી. 18મી જાન્યુઆરી 2024ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

ફર્સ્ટ ડે કવર પર 6 સ્ટેમ્પનો સમૂહ

આલ્બમમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને મા શબરી અને ફર્સ્ટ ડે કવર પર 6 સ્ટેમ્પનો સમૂહ છે. ડિઝાઇનના ઘટકોમાં રામ મંદિર, ‘ચોપાઈ’ ‘મંગલ ભવન અમંગલ હારી’, સૂર્ય, સરયુ નદી અને મંદિરની આસપાસના શિલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રામ પર ટિકિટોનું એક પુસ્તક જાહેર કરવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર ટપાલ ટિકિટ અને વિશ્વભરમાં ભગવાન રામ પર ટિકિટોનું એક પુસ્તક જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ કુલ છ ટપાલ ટિકિટો જાહેર કરી તેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને શબરી માતાની ટિકિટ સામેલ છે. આજે ગાંધીનગરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરવામાં આવી હતી.

શ્રી રામની સત્તા અપિલ પ્રદર્શિત કરવાનો એક પ્રયાસ

આ ટપાલ ટિકિટોમાં રામ મંદિર, ચૌપાઈ ‘મંગલ ભવન અમંગલ હારી’, સૂર્ય, સરયૂ નદી અને મંદિરમાં તેની આપ પાસની મૂર્તિઓની આકૃતિ બનાવાઈ છે.સ્ટામ્પ પુસ્તક વિવિધ સમાજો પર શ્રી રામની સત્તા અપિલ પ્રદર્શિત કરવાનો એક પ્રયાસ છે. 48 પાનાની આ પુસ્તકમાં અમેરિકા, ન્યૂઝીલેન્ડ, સિંગાપુર, કનેડા, કંબોડિયા અને સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનો સહિત 20 વઘારે દેશો દ્વારા જાહેર કરવામાં આવેલી ટપાલ ટિકિટ સામેલ છે. આ સ્ટેમ્પ્સને દૈવી પ્રકાશથી તેજસ્વી બનાવવા માટે, મિનિએચર શીટના ભાગોને સોનાનો વરખ ચઢાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો – મોદી સરકારના શાસનકાળમાં દેશ રામમય બન્યો છે : પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.