Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોમેડી ક્વીન ભારતીએ અંબાજીમાં પુત્રની બાબરી ઉતરાવી

01:07 PM May 25, 2024 | Vipul Pandya

Bharthisingh : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિરમાં વિશ્વના અલગ અલગ દેશોથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે.અંબાજી મંદિરમાં નેતાઓ,બોલીવુડ સેલીબ્રીટી સહીત ઘણાય ભક્તો દર્શન કરવા આવે છે,જયારે ઘણા ભક્તો પોતાના સંતાનોની બાબરી ઉતરાવવા માટે પણ આવતા હોય છે.ગુજરાતમાં સૌથી વધુ બાબરી બહુચરાજી અને અંબાજી ખાતે ઉતરે છે. બોલીવુડ ની જાણીતી કોમેડી ક્વીન ભારતી સિંઘ (Bharthisingh ) પણ પોતાના પતિ હર્ષ લીમ્બાચીયા અને દિકરા લક્ષસિંહ સાથે શનિવારે સવારે અંબાજી આવ્યા હતા જ્યા તેમને માન સરોવર ખાતે પોતાના દીકરાની બાબરી ઉતરાવી હતી.

અંબાજીના માન સરોવર ખાતે બાબરી ઉતરાવી

અંબાજીના માન સરોવર ખાતે બોલીવુડની જાણીતી કોમેડી કલાકારે પોતાના સંતાનની બાબરી ઉતરાવી હતી. અંબાજી ખાતે બાબરી ઉતરાવીને તેઓ અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોચ્યાં હતાં અને અંબાજી મંદિર ના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી અને અંબાજી મંદિરમાં માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.ભારતી સિંગ ના પતિ હર્ષ લીંબાચીયાની બાબરી પણ અંબાજી ખાતે ઉતરી હતી. હર્ષ અને ભારતી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરવા અવારનવાર આવતા હોય છે. અંબાજી ખાતે નાના બાળકો સાથે હર્ષ અને ભારતીએ ખુબજ પ્રેમ થી વાતચીત કરી હતી.

હર્ષ લીમ્બાચીયાની બાબરી પણ અંબાજી ખાતે ઉતરી હતી

અંબાજી ખાતે આજે વહેલી સવારે આવેલા ભારતી સિંઘ,હર્ષ લીંબાચીયા તેમના પરિવાર સાથે અંબાજી આવ્યા હતા. હર્ષ લીમ્બાચીયાના પપ્પાએ જણાવ્યું હતું કે મારા પુત્રની બાબરી પણ વર્ષો પહેલા અંબાજીના માન સરોવર ખાતે ઉતરાવી હતી અને આજે આ પરંપરા અમે ચાલુ રાખી છે.3 એપ્રિલ 2022 ના રોજ મુંબઈ ખાતે જન્મેલા લક્ષસિંહ ભારતી સીંઘ અને હર્ષ લીમ્બાચીયા નું પ્રથમ સંતાન છે.

અહેવાલ—શક્તિસિંહ રાજપુત, અંબાજી

અહેવાલ— Bigg Boss વિનર Munawar Faruqui ની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયો દાખલ