+

Cocaine News: Canada સરકારની ઊંધ ઉડી, ભારતીયોએ Cocaine તસ્કરી શરૂ કરી

Cocaine News: ભારતીયો એ દેશમાં ખરી પણ હવે, વિદેશમાં પણ ડ્રગ્સની તસ્કરી કરવાનું શરુ કરી દીધુ છે. Canada માં Cocaine ની તસ્કરીના આરોપમાં એક ભારતીયની ધરપકડ કરવામાં આવી છે. આરોપી…

Cocaine News: ભારતીયો એ દેશમાં ખરી પણ હવે, વિદેશમાં પણ ડ્રગ્સની તસ્કરી કરવાનું શરુ કરી દીધુ છે. Canada માં Cocaine ની તસ્કરીના આરોપમાં એક ભારતીયની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વ્યક્તિ પર $ 4.86 મિલિયન (40 કરોડ) ના Cocaine ની તસ્કરી કરવાનો આરોપ છે.

એક અહેવાલ મુજબ, Canada સરકાર દ્વારા Cocaine ની તસ્કરીના આરોપમાં ધરપકડ કરાયેલા ભારતીયનું નામ સુખવિંદર ધંજુ છે. તેની ઉંમર 35 વર્ષની છે. તે બ્રેમ્પટન, ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA), Canada માં રહે છે. કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) દ્વારા તેની ઓળખ કરવામાં આવી છે.

Cocaine News

Cocaine News

કેનેડિયન કાયદા હેઠળ એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવામાં આવ્યું હતું કે સુખવિંદર ધંજુ વ્યવસાયે ટ્રક ડ્રાઈવર છે. તે Ontario ના Niagara-on-the-Lake માં ક્વીન્સટન-લેવિસ્ટન બ્રિજ પોર્ટ પર પહોંચ્યો હતો, જ્યાં કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીને તેની ટ્રકની તપાસ કરી હતી.

આ તપાસ દરમિયાન 202 ઈંટના આકરની વસ્તુઓ મળી આવી હતી. આ તમામ ઈંટોનું વજન આશરે 233 કિલો હતું. આ ઈંટોની યોગ્યરીતે તપાસ કરતા સામે આવ્યું કે… આ ઈંટોમાં Cocaine ભરવામાં આવી હતી.

Cocaine સ્મગલિંગ કેસમાં સુનાવણી

કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) દ્વારા તેને Cocaine  સાથે RCMP બોર્ડર ઈન્ટિગ્રિટી યુનિટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જો કે, આ કેસને લઈને ઘણા દિવસો સુધી કામ ચાલી રહ્યું હતું. ત્યારબાદ તપાસના આધારે 19 ડિસેમ્બરે ધનજુ પર Cocaine ની આયાત અને તસ્કરીનો આરોપ લાગ્યો હતો.

Cocaine ની તસ્કરીના આરોપો અંગે કોર્ટમાં આગામી મહિને 2 ફેબ્રુઆરીએ સુનાવણી થવાની છે. આ અંગે CBSA અધિકારી જેફ વોલ્ટર્સે કહ્યું કે RCMP સાથે અમારું કામ તસ્કરીના પ્રયાસોને ખતમ કરવાનું છે.

80 કિલો Cocaine  માટે 15 વર્ષની જેલ

Canada ના Ontario Point Edward Blue Water Bridge Port પર ગયા મહિને 4 ડિસેમ્બરે અન્ય એક ભારતીય-કેનેડિયન ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી. બ્રેમ્પટનનો રહેવાસી 27 વર્ષીય મનપ્રીત સિંહ 52 કિલોગ્રામ Cocaine સાથે ઝડપાયો હતો.

કેનેડિયન કાયદા અમલીકરણે ડિસેમ્બરમાં ભારતીય-કેનેડિયન માટે ઇન્ટરપોલ રેડ નોટિસની માંગ કરી હતી. ભારતીય-કેનેડિયન પર ભારત ભાગી ગયો હોવાનો આરોપ હતો. Canada ના કાયદા અનુસાર દેશમાં 80 કિલો Cocaine ની તસ્કરી માટે 15 વર્ષની જેલની સજા છે.

આ પણ વાંચો: Papua New Guinea : લૂંટફાટ- આગચંપીની ઘટનામાં 15 લોકોના મોત, PM ની શાંતિ જાળવવા અપીલ

Whatsapp share
facebook twitter