Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ફરી CNGના ભાવમાં થયો વધારો, દિલ્હીમાં 6 દિવસમાં બીજી વખત ભાવ વધ્યા

06:05 PM Apr 23, 2023 | Vipul Pandya

દેશભરમાં મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને રાહતની આશાના વાદળા વિખરાતા દેખાઈ રહ્યાં છે. મોંઘવારી સતત વધી રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં મોંઘવારીનો ચારેબાજુ માર જોવા મળી રહ્યો છે. જ્યાં થોડા દિવસ પહેલા જ CNGના ભાવમાં વધારો કરવામાં આવતાં આગ લાગી છે. દિલ્હીમાં CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં CNGની વધેલી કિંમતો 21 મેથી લાગુ થશે.
દિલ્હીમાં 6 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા 15 મેના રોજ દિલ્હી-NCRમાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં દિલ્હીમાં એક કિલો સીએનજી માટે ગ્રાહકોને 75.61 રૂપિયા ચૂકવવા પડશે.
પેટ્રોલ અને ડીઝલ પર રાહત
પેટ્રોલ-ડીઝલના ભાવ આજે પણ યથાવત છે. આજે સતત 44મો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે આજે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી લોકોને હાલ મોટી રાહત છે. બીજી તરફ એલપીજી ગેસ સિલિન્ડર સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે.