+

ગુજરાતના ઉદ્યોગપતિઓને યુપીમાં રોકાણ કરવા આમંત્રણ આપવા સીએમ યોગીની ટીમ અમદાવાદ પહોંચી

ગુરુવારે અમદાવાદની ટીમે ટોરેન્ટ ફાર્માના પ્રતિનિધિમંડળ અને પ્લાન્ટની મુલાકાત લીધી હતીશુક્રવાર સવારથી B2G બેઠકોનો રાઉન્ડ શરૂ થશે, સાંજે રોડ શો યોજાશેCM યોગીની અમદાવાદ ટીમમાં બે કેબિનેટ કક્ષાના અને એક રાજ્ય કક્ષાના મંત્રીB2G મીટિંગમાં ત્રણ ડઝનથી વધુ દિગ્ગજ ઉદ્યોગપતિઓ સામેલ થશેઅમદાવાદમાં 19 જાન્યુઆરી ઉત્તરપ્રદેશને ન્યુઈન્ડિયાનું ગ્રોથ એન્જિન બનાવવા અને GIS-23માં રોકાણકારોને આમંત
  • ગુરુવારે અમદાવાદની ટીમે ટોરેન્ટ ફાર્માના પ્રતિનિધિમંડળ અને પ્લાન્ટની મુલાકાત લીધી હતી
  • શુક્રવાર સવારથી B2G બેઠકોનો રાઉન્ડ શરૂ થશે, સાંજે રોડ શો યોજાશે
  • CM યોગીની અમદાવાદ ટીમમાં બે કેબિનેટ કક્ષાના અને એક રાજ્ય કક્ષાના મંત્રી
  • B2G મીટિંગમાં ત્રણ ડઝનથી વધુ દિગ્ગજ ઉદ્યોગપતિઓ સામેલ થશે
અમદાવાદમાં 19 જાન્યુઆરી ઉત્તરપ્રદેશને ન્યુઈન્ડિયાનું ગ્રોથ એન્જિન બનાવવા અને GIS-23માં રોકાણકારોને આમંત્રિત કરવા માટે સીએમ યોગીની ટીમ (મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ) ગુરુવારે સવારે ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ પહોંચી હતી. આ મુલાકાત દરમિયાન આ ટીમ બિઝનેસ ટુ ગવર્નમેન્ટ (B2G) મિટીંગ, સભાઓ અને રોડ શોમાં ભાગ લેશે. CM યોગીની ટીમ અમદાવાદ ગુરુવારે ધ ક્રાઉન પ્લાઝા હોટેલ ખાતે ટોરેન્ટ ફાર્મા પ્લાન્ટ ફેસિલિટીના પ્રતિનિધિ મંડળને મળી હતી. 
CM યોગી સરકારની નીતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી
આ દરમિયાન તેમણે રાજ્યની યોગ્યતાઓ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં શ્રેષ્ઠ બની રહેલી યોગી સરકારની નીતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીના સલાહકાર અવનીશ અવસ્થી અને જ્ઞાનેન્દ્ર નાથ સિંહે ટોરેન્ટ ફાર્મા પ્લાન્ટની મુલાકાત લીધી હતી. બીજી તરફ, રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના એસીએસ નવનીત સહગલે ટ્રાન્સસ્ટેડિયા ગ્રૂપ અને અમૂલ ગ્રૂપના સીઈઓ જયન મહેતા સાથે મુલાકાત કરી હતી.
ઉદ્યોગપતિઓને રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે
અમદાવાદમાં સીએમ યોગીની ટીમમાં કેબિનેટ મંત્રી અરવિંદ કુમાર શર્મા, જિતિન પ્રસાદ અને રાજ્યકક્ષાના મંત્રી જયેન્દ્ર પ્રતાપ સિંહ રાઠોડ છે. જ્યારે વરિષ્ઠ અધિકારીઓમાં MSME અને ટેક્સટાઈલ વિભાગના ACS અમિત મોહન પ્રસાદ, રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના ACS નવનીત સહગલ, સીએમ યોગીના સલાહકાર અવનીશ કુમાર અવસ્થી, જ્ઞાનેન્દ્ર નાથ સિંહ,YIDAના એડિશનલ CEO રવિન્દ્ર કુમાર અને UPNEDAના ડિરેક્ટર અનુપમ શુક્લા છે.ન્યુ ઈન્ડિયાના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી રહેલા ઉત્તર પ્રદેશની યોગ્યતાઓ વિશે ગુજરાતના ઉદ્યમીઓને માહિતગાર કરવામાં આવશે. ટીમ અમદાવાદ ત્રણ ડઝનથી વધુ દિગ્ગજ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન મુલાકાત કરશે જ્યારે ઘણા દિગ્ગજ ઉદ્યોગપતિઓ રોડ શોમાં ભાગ લેશે. આ મીટિંગ બિઝનેસ ટુ ગવર્નમેન્ટ (B2G)ના આધાર પર હશે, જે શુક્રવારે સવારે 10 વાગ્યાથી શરૂ થશે. B2G અને રોડ શોમાં સીએમ યોગીની અમદાવાદ ટીમ ઉદ્યોગપતિઓને રાજ્યમાં રોકાણની તકો વિશે માહિતગાર કરશે અને તેમને રોકાણ કરવા પ્રોત્સાહિત કરશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter