Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક સમારોહમાં CM પટેલે કહ્યું – હવે ગુજરાત બની રહ્યું છે ફિલ્મ ઉદ્યોગનું હબ

12:33 AM Mar 10, 2024 | Hardik Shah

Vibrant Gujarati Film Awards Ceremony 2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ની પ્રેરક ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ 2024 (Vibrant Gujarati Film Awards Ceremony 2024) સંપન્ન થયો છે. જેનું રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ તથા કલર્સ ગુજરાતની સંયુક્ત ઉપક્રમે અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ (Pandit Dindayal Upadhyay Auditorium) ખાતે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ-2024 (Gujarati Film Award Distribution Ceremony-2024) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વર્ષ 2020, 2021, 2022 માં રજૂ થયેલા ગુજરાતી ચલચિત્રોના શ્રેષ્ઠ કલાકાર – કસબીઓને રાજ્ય સરકાર તરફથી પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા.

Vibrant Gujarati Film Awards Ceremony 2024

ડબલ એન્જિન સરકાર ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટૂરિઝમને પ્રોત્સાહન માટે આપવા પ્રતિબદ્ધ

અમદાવાદમાં માહિતી અને પ્રસારણ વિભાગ અને કલર્સ ગુજરાતીના સંયુક્ત ઉપક્રમે વાઈબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વાઇબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ (Vibrant Gujarati Film Awards Ceremony 2024) માં સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે. PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટૂરિઝમને પ્રોત્સાહન માટે આપવા પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આ સમારોહ ગુજરાતની કલા અને સંસ્કૃતિનું સન્માનના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારને સાર્થક કરનારો છે.

Vibrant Gujarati Film Awards Ceremony 2024

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે પરિણામદાયી પ્રયાસો થયા છે. જેની ફલશ્રુતિ સ્વરૂપે અન્ય ઈન્ડસ્ટ્રીઝ સાથે હવે ફિલ્મ-ઈન્ડસ્ટ્રી પણ ગુજરાતના સ્ટ્રેટેજિક ટૂરિઝમ લોકેશન્સ તરફ આકર્ષાઈ છે. તેનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જ યોજાયેલો ફિલ્મફેર એવોર્ડ્સ છે. આજે આપણું બોલિવૂડ વિશ્વમાં પોતાનું નામ કમાઇ રહ્યું છે. જોકે, છેલ્લા ઘણા સમયથી આપણા બોલિવૂડની સરખામણીએ સાઉથની ફિલ્મો વધુ લોકપ્રિય બની છે. તેમા હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પણ બોલિવૂડને ટક્કર આપવાનું શરૂ કરી દીધું છે. આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગુજરાતની ટૂરિઝમ લીગસી અને વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી રહી છે.

Vibrant Gujarati Film Awards Ceremony 2024

ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું બન્યુંં હબ : CM Bhupendra Patel

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તનમાં સમગ્ર ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પરિશ્રમ છે. આજના કાર્યક્રમને મુખ્યમંત્રીએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વિકાસગાથાને પોતાના કલાકસબથી આગવી બનાવનારા કલાકારોને પોંખવાનો અને સન્માનવાનો અવસર ગણાવ્યો હતો. વર્ષ 2020, 2021 અને 2022ની ફિલ્મો માટે આશરે 1 કરોડ 16 લાખ રૂપિયા જેટલી રકમના પુરસ્કાર મળવા બદલ તેમણે તમામ કલાકારોને પુનઃ અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે ફિલ્મિંગ ઈન્સેન્ટિવ સ્કીમ ઉપરાંત સિનેમેટિક ટૂરિઝમ પોલીસી પણ અમલમાં મૂકી છે, જેના પરિણામે વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે.

Vibrant Gujarati Film Awards Ceremony 2024

એટલું જ નહીં, પ્રાદેશિક ભાષાની ફિલ્મોને પ્રોત્સાહન મળે તેનો પ્રેક્ષક વર્ગ વધે અને નિર્માતાઓને પણ નિર્માણ ખર્ચમાં સહાય મળે એવી પોલીસીઝ પણ અમલમાં છે. માત્ર ગુજરાતી જ નહીં હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાની ફિલ્મોના શૂટિંગ માટે ગુજરાત પસંદગીનું ડેસ્ટિનેશન બની રહ્યું હોવાનું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગીર ફોરેસ્ટ, સ્ટેચ્યુ ઑફ યુનિટી, કચ્છનું સફેદ રણ, રાણકી વાવ, મોઢેરા સૂર્યમંદિર જેવાં સ્થળોએ ફિલ્મના શૂટિંગ દ્વારા વિશ્વને ગુજરાતના વૈભવશાળી વારસોનો ઐતિહાસિક, પ્રાકૃતિક-સાંસ્કૃતિક પરિચય થઈ રહ્યો છે. સાથોસાથ એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પને પણ સાકાર કરે છે. તેમણે આગળ કહ્યું કે, વિકસિત ભારત 2047ના સંકલ્પને વિકસિત ગુજરાત દ્વારા પાર પાડવા ગુજરાતી ફિલ્મજગત અને કલાકારો અગ્રિમ ભૂમિકા નિભાવશે.

Vibrant Gujarati Film Awards Ceremony 2024

આ કલાકારોને મળ્યા એવોર્ડ

મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી સહિત વિવિધ કેટેગરીના એવોર્ડ્સ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે વર્ષ 2020 માટે મલ્હાર ઠાકર(ગોળ કેરી), 2021 માટે આદેશ સિંઘ તોમર(ડ્રામેબાજ) અને 2022 માટે યશ સોની(ફક્ત મહિલાઓ માટે)ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. એ જ રીતે, શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે વર્ષ 2020 માટે કિંજલ રાજપ્રિયા(કેમ છો?), વર્ષ 2021 માટે ડેનિશા ગુમરા(ભારત મારો દેશ છે) અને વર્ષ 2022 માટે આરોહી પટેલ(ઓમ મંગલમ સિંગલમ)ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

Vibrant Gujarati Film Awards Ceremony 2024

કોણ કોણ રહ્યું હાજર ?

Vibrant Gujarati Film Awards Ceremony 2024 માં અમદાવાદ શહેરના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન તથા ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલના હસ્તે પણ અમુક કેટેગરીના એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માહિતી નિયામક કિશોર બચાણી, અધિક માહિતી નિયામકઓ અરવિંદ પટેલ- પુલક ત્રિવેદી, નાયબ માહિતી નિયામક (ફિલ્મ પ્રોડક્શન) ડૉ. સંજય કચોટ, સહાયક માહિતી નિયામક સંજય સિંહ ચાવડા સહિતના માહિતી અધિકારીઓ તથા ગુજરાતી ફિલ્મજગતના જાણીતા નિર્માતાઓ, દિગ્દર્શકો અને અભિનેતાઓ સહિત મોટી સંખ્યામાં કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો – Gujarat Police News: ગુજરાત પોલીસ દ્વારા દીક્ષાંત સમારોહનું કરાયું આયોજન, કલોકને મળી ખાસ ભેટ

આ પણ વાંચો – Patan Con-BJP: ગુજરાતના વધુ એક જિલ્લામાં કોંગ્રેસને લાગ્યો 300 વોલ્ટનો ઝટકો

આ પણ વાંચો – Ahmedabad : ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલે ‘નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો