Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Junagadh :CM ભુપેન્દ્રભાઈ પટેલ આજે જૂનાગઢની મુલાકાતે, વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

08:26 AM Sep 28, 2023 | Hiren Dave

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢની મુલાકાતે છે જ્યાં તેઓના હસ્તે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થનાર છે જેમાં ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ, મહાબત મકબરાનું લોકાર્પણ, ટાઉનહોલ ખાતે મહાનગરપાલિકાની વિવિધ યોજનારોનો પ્રારભં અને ખાતમુહર્ત થનાર છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો શું છે  જાણો સમગ્ર કાર્યક્રમ..

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢની મુલાકાતે છે ત્યારે જૂનાગઢમાં તેઓના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થનાર છે, સવારે 10 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પોલીસ તાલીમ મહાવિદ્યાલય હેલિપેટ ખાતે આગમન થશે છે

74 કરોડના ખર્ચે ફરીથી આ કિલ્લાનું રિનોવેશન કરવામાં આવ્યું
મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઐતિહાસિક વારસો ધરવાતા ઉપકોટ કિલ્લાને ખુલ્લો મુકનાર છે. આ કિલ્લો આઝાદીના સમયથી જ મહત્વ ધરાવે છે જેનું અનેક વાર રિનોવેશન થયું છે 74 કરોડના ખર્ચે ફરીથી આ કિલ્લાનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને છેલ્લા કેટલાક સમયથી રિનોવેશન બાદ તેની રાહ જોવાઈ રહી હતી ત્યારે જૂનાગઢની શાન ગણાતા આ કિલ્લાનો ફરીથી ખુલ્લો મુકાનાર છે સાથે મકબરાનું પણ વર્ચ્યુલી લોકાર્પણ થનાર છે ત્યાર બાદ મુખ્યમંત્રી ટાઉન હોલ ખાતે વિવિધ લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં બગડુ ખાતે સહકારી બેન્કનો કાર્યક્રમ, સંગઠન કાર્યક્રમ તેમજ ગિરનાર પર મા અંબાજીના દર્શન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે

cm કરોડોની  વિવિધ પ્રકલ્પોનો પ્રારંભ કરાવશે 

જૂનાગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહાનગરપાલિકાના ભૂગર્ભ ગટરના કાર્યક્રમ તેમજ કરોડોની રકમના વિવિધ પ્રકલ્પોનો પ્રારંભ  અને ખાતમુહર્ત કરાશે જે બાદ મુખ્યમંત્રી મોટર માર્ગે ભવનાથ મંદિર અને ગિરનાર રોપ વેના માધ્યમથી અંબાજીના દર્શન કાજે જશે અને દર્શન કર્યા બાદ બગડુ ખાતે જિલ્લા સહકારી બેંકના કાર્યક્રમ અને સંગઠનના કાર્યક્રમમાં તેમજ અનુસૂચિત જાતિ મોરચા અને મહિલા મોરચાના કાર્યક્રમોમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.. આ સાથે જ તેમનો દિવસભરનો કાર્યક્રમ સાંજે 4 કલાકે પૂર્ણ થતાની સાથે 4.00 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર જવા રવાના થશે..

 

આ  પણ  વાંચો –સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પેસેન્જર ટ્રાફિકમાં 35 ટકાની વૃદ્ધિ