Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘વીર બાળ દિવસ’ નિમિતે ગુરુ ગોવિંદ સિહંના ચાર પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલી આપવા CM ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા ગુરુદ્વારા

11:28 AM Dec 26, 2023 | Harsh Bhatt

26 ડિસેમ્બરનો આજનો દિવસ શીખ સમુદાયના લોકો માટે ઘણો અગત્યનો દિવસ માનવામાં આવે છે. આજ રોજ ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 થી ભારતમાં 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવાની શરૂઆત કરી છે. શીખ ધર્મના છેલ્લા અને 10માં ગુરુ- ગુરુ ગોવિંદ સિહંના ચાર પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલી આપવા માટે 26 ડિસેમ્બર ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

CM ભૂપેન્દ્રભાઈ પટેલ શીખ ધર્મના આસ્થાના કેન્દ્ર સમાન ગુરુદ્વારા ગોબીંદ ધામ પહોંચ્યા

આજ રોજ ‘વીર બાળ દિવસ’ ના નિમિતે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. CM ભૂપેન્દ્રભાઈ પટેલ થલતેજ ખાતે આવેલ શીખ ધર્મના આસ્થાના કેન્દ્ર સમાન ગુરુદ્વારા ગોબીંદ ધામ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહોંચ્યા હતા. CM ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે ગુરુદ્વારા પહોંચ્યા ત્યારે તેઓ શીખ ધર્મના પારંપરિક પહેરવેશ એટલે કે શીખ પાઘડી પહેરીને પહોંચ્યા હતા.

‘વીર બાળ દિવસ’ નિમિતે ગુરુદ્વારામાં ઘણા શીખ સમુદાયના લોકો એકઠા થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું તલવાર આપીને શીખ સમુદાયના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

CM ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરી પાઠવી શુભેચ્છા 

CM ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વીર બાળ દિવસ’ નિમિતે ટ્વીટ કરીને સૌને આ દિવસની શુભેચ્છા પણ પાઠવી હતી અને લખ્યું હતું કે – ‘ધર્મની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ગુરુ ગોવિંદસિંહજીના પુત્ર સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના સાહસ, શૌર્ય અને શહીદીને વીર બાળ દિવસ નિમિત્તે કૃતજ્ઞતાસહ વંદન કરું છુ. તેમની શહાદત આપણા સૌ માટે સત્યના માર્ગે અડગ રહેવાની અનન્ય મિસાલ બની રહેશે’.

આ પણ વાંચો — AMBAJI : માગશર સુદ પૂનમે અંબાજી મંદિરમાં ભક્તોનુ ઘોડાપુર, ભક્તો ધજા લઇને મંદિરમાં પહોચ્યાં