+

Kyrgyzstan ના સંકટ પર CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય ! સો. મીડિયા પર આપી માહિતી

Kyrgyzstan : કિર્ગિસ્તાનમાં (Kyrgyzstan)ફસાયેલા ગુજરાત વિદ્યાર્થી(Student)ઓ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર ઘટનાને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)મુખ્ય સચિવ રાજકુમારને વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવા સૂચના…

Kyrgyzstan : કિર્ગિસ્તાનમાં (Kyrgyzstan)ફસાયેલા ગુજરાત વિદ્યાર્થી(Student)ઓ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર ઘટનાને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)મુખ્ય સચિવ રાજકુમારને વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવા સૂચના આપી છે. વિદ્યાર્થીઓની સલામતિ માટે યોગ્ય સંકલન કરવા સૂચનાો આપવામાં આવી છે.

 

રામર્શ અંગે મુખ્ય સચિવ રાજકુમારને સુચનાઓ આપી

ગુજરાતના પણ અનેક વિદ્યાર્થીઓ કર્ગિસ્તાનમાં અભ્યાસ કરી રહ્યા છે. જેને લઈને તેમના વાલીઓ ચિતિંત બન્યા છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)એ ગુજરાતના 100 જેટલા યુવા વિદ્યાર્થીઓની કર્ગિસ્તાન રાષ્ટ્રમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્ય સચિવ રાજકુમારને સુચનાઓ આપી છે.

 

કર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના સુરત શહેર-જિલ્લાના 100 જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમારને કર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય સંકલન કરવા જણાવ્યું હતું.

 

કર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્કમાં

મુખ્ય સચિવ રાજકુમારે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને આ વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કર્ગિસ્તાનમાં મેડિકલ અને અન્ય ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સહિત ભારતના17  હજાર જેટલા વિદ્યાર્થીઓ વસેલા છે. કર્ગિસ્તાનમાં સ્થિત ભારતીય રાજદૂતાવાસ ત્યાંની યુનિવર્સિટીઝ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા તેમને જણાવાયું છે.

 

હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

એટલું જ નહીં, કર્ગિસ્તાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રાજદૂતાવાસનાં સંપર્કમાં રહીને તેમની વિગતો આપી શકે તે માટે બે હેલ્પલાઈન નંબર 055710041અને 055005538  પણ 24 x7 કાર્યરત કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી કરવામાં આવી છે કે, કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે.

 

મુખ્યમંત્રી ભૂપેદ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી

 

ત્યાંની પ્રવર્તમાન સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા છે.એટલું જ નહીં,શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાના આરે હોવાથી વિદ્યાર્થીઓને વતન પરત આવવા એરલાઇન્સ ઓપરેશન્સ પણ કાર્યરત છે.રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી અને સુરક્ષા માટે ધ્યાન કેન્દ્રિત કરેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં મુખ્ય સચિવ રાજકુમાર અને વહીવટી તંત્ર આ વિદ્યાર્થીઓની સલામતી માટે સંકલન કરી રહ્યું છે.

આ પણ  વાંચો – Kyrgyzstan : ” પ્લીઝ અમને હેલ્પ કરો, અમે અહીં સુરક્ષીત નથી….”

આ પણ  વાંચો – VADODARA : સ્માર્ટ વિજ મીટર અને ચેક મીટરમાં સમાન વપરાશ નોંધાયો

આ પણ  વાંચો – Amreli Firing Case: માથાભારે શખ્સ શિવા વાલા ધાખડાની કાર પર ફાયરિંગ

 

Whatsapp share
facebook twitter