Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરોડામાં રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યુ, બ્રિજના નામને લઇને દલિત સમાજનો વિરોધ

04:05 PM Apr 28, 2023 | Vipul Pandya

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૨૩૯ કરોડના અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા છે. ૧૦૩ કરોડના ખર્ચે નિર્મિત ઓવરબ્રિજ અને ૧૭ કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. આ સિવાય ૧૧૯ કરોડના ૪ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કર્યા જેમાં ૫૫ કરોડના હાઉસિંગ પ્રોજેક્ટ, ૫૩ કરોડના સુએજ પ્રોજેક્ટ, ૭ કરોડના વોટર ડિસ્ટ્રીબ્યૂશન પ્રોજેક્ટ અને ૪ કરોડના મલ્ટીપર્પઝ હોલ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
નરોડામાં નવનિર્મિત બ્રિજનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ સાથે કોર્પોરેશનના અલગ અલગ સાત પ્રોજેક્ટ જે 239 કરોડના ખર્ચે બનેલા છે, તેનું પણ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. નરોડા વિસ્તારમાં બ્રિજ બનવાથી દોઢ લાખ જેટલા લોકોને ફાયદો મળશે. મુખ્યમંત્રીએ કહ્યું કે બ્રિજનું નામ સીંધી સમાજના સદગુરુના નામથી રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પૂર્વ હોય કે પશ્ચિમ અમદાવાદના દરેક વિસ્તારમાં વિકાસ થયો છે. ગુજરાતમાં ભાજપ સરકારની અસરકારક કામગીરીના કારણે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ઉદ્ધાટન પહેલા દલિત સમાજનો વિરોધ
અમદાવાદના નરોડા બ્રિજના ઉદ્ઘાટન પહેલા જ તેના નામનો વિવાદ વકર્યો હતો અને સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. દલિત સમાજના લોકો નરોડા બ્રિજનું નામ સંત રોહિદાસ બાપુ રાખવાની માંગ કરી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા નરોડા બ્રિજનું નામ ટેંઉરામ રાખવામાં આવ્યુ છે. જેને લઈને CM પહોંચે તે પહેલા દલીત સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈને પોલિસે તેમની અટકાયત કરી છે. સુવિધા માટે બનાવમાં આવેલા બ્રિજના નામને લઈને રાજકારણ ગરમાયુ છે. વિરોધ વચ્ચે પણ બ્રિજને ટેઉરામ નામ આપવામાં આવ્યું છે.